SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમનું સૌંદર્ય : ૪૧ વિષયોને વશવત કરવા સૂરદાસની માફક આ જ ફેડી નાખે તે તેમ કરવાથી વિષે કે વાસનાઓ અટકી જશે નહિ. વાસનાઓને સંબંધ આંખે સાથે નથી પરંતુ પ્રાણ સાથે છે. વાસનાઓએ કેન્દ્ર સુધી પિતાનાં મૂળિયાં ઊંડા નાખી દીધાં છે. તે ત્યાંથી જન્મે છે. આંખો તે બાહ્ય અને એકદમ સ્થૂલ નિમિત્ત છે. પ્રાણ સાથે જોડાએલી આ વાસનાઓ જે મૂળથી જ નાશ પામી ગઈ હોય તે તે વાસનાઓને ફરી જન્માવવા અને સમર્થ નથી. વાસનાઓ અચેતન મનમાં પ્રસરી ગએલી છે. અને તેથી જ સાધારણ નિમિત્તો મળતાં તે ઉશ્કેરાઈ જાય છે, ઉત્તેજિત થઈ જાય છે. આંખ સાથે વાસનાઓને આત્યંતિક સંબંધ નથી છતાં વાસનાઓના ઊંડાણમાં અવગાહન કર્યા વગર, તેના મૂળને શેઠા કે પકડ્યા વગર, કઈ માણસ જે ઉતાવળથી વાસનાઓથી મુક્ત થવા માટે આંખોને ફેડી નાખે તે તે શરીરથી જ શરીરને લડાવી, પિતાની શક્તિને નિરર્થક વેડફી નાખે છે. તે માણસ ભૂલી જાય છે કે જે હાથથી તે આંખે ફેડી રહ્યું છે તે હાથ પણ શરીરને જ એક વિસ્તાર છે અને જેને ફેડી રહ્યો છે તે આંખો પણ શરીરના જ એક ભાગરૂપે છે. હાથ કે આંખેનું શરીરથી ભિન્ન અસ્તિત્વ જ નથી. ભલે પિતાના હાથથી પિતાની આંખોને ફાડી નાખે છે, પરંતુ શરીરથી શરીરને લડાવી શરીરને વશમાં લઈ શકાતું નથી. તેજ રીતે મનથી મનને લડાવીને પણ મનને નિયંત્રણમાં લઈ શકાતું નથી. મન અને શરીરને વશવર્તી કરવાને અમોઘ અને લોકોત્તર ઉપાય એક જ છે કે શરીર અને મનની પાર કઈ અનુપમતત્વને, આત્મપલબ્ધિને અનુભવ પ્રારંભ થઈ જાય. કારણ આત્માના જગતમાં પવિત્રતા જ બળ છે, અપવિત્રતારૂપ નિર્બળતાને તેમાં કશે જ અવકાશ નથી. આપણે સામાન્યતયા સંયમનો અર્થ પિનાના શરીરથી શરીરને લડાવવું એવો કરીએ છીએ. ભગવાન મહાવીરે સંયમને અર્થ પિતાની સાથે રાજી થવું, પિતાની વૃત્તિઓ ઉપર સ્વામીત્વ ધરાવવું, એવો કર્યો છે. વૃત્તિઓ સાથે લડવાની જરૂર ત્યારે જ પડે છે જ્યારે વૃત્તિઓ આપણી માલિક બની ગઈ હોય. લડવું ત્યારે જ પડે છે જ્યારે વૃત્તિઓથી આપણે કમજોર હઈએ. વૃત્તિઓ કરતાં આપણામાં શક્તિ વધારે હોય તો વૃત્તિઓ આપણી સામે ઊભા રહેવાની પણ હિંમત ન કરી શકે. પિતાની મેળે જ તે પડી જાય. ભગવાન મહાવીરે સંયમીને અર્થ, આત્માવાન–એ તો જબરે આત્મવાન કે જેની સામે વૃત્તિઓ માથું ઊચવાની પણ હિંમત દાખવી શકતી નથી, એ કર્યો છે. આવા આત્મવાન પુરુષને ક્રોધને દબાવવા તાકાત અજમાવવી પડતી નથી. તે જાતે એ તે આત્મવાન છે કે તેની સામે આવવાની ઝેધ ક્ષમતા જ ઊભી કરી શકતો નથી. શક્તિ જ્યારે સ્વયંમાં યંગ્ય રીતે વિકાસ પામી હોય ત્યારે વૃત્તિઓથી લડવાની જરૂર રહેતી નથી. આત્મવાનની સામે વૃત્તિઓ માથું ઝૂકાવીને ઊભી રહે છે. નબળા આત્માની સામે જ વૃત્તિઓ માથું ઊંચકે છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy