SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદાભેદાત્મક તત્ત્વજ્ઞાન ૫૭ અનેકતા ત્રણ પ્રકારની છે. ૧. વ્યક્તિગત, ૨. પર્યાયગત, ૩. ગુણુગત, વ્યક્તિ અનંત છે. એક જ દ્રવ્યમાં ગુણ અનંત છે અને પર્યાય પણ અનંત છે. પર્યાયની અશુદ્ધિ પર્યાયસહવર્તીશુ અને પર્યાયાધાર દ્રવ્યની પણુક ચિત્ અશુદ્ધિ કરનાર છે, તેથી તે અશુદ્ધિને દૂર કરવા સાધના કરવી આવશ્યક છે. પર્યાયગત અશુદ્ધિને દૂર કરવાની સાધના અસત્ પ્રવૃત્તિને રોકવાથી અને સત્ પ્રવૃત્તિને વિકસાવવાથી થાય છે. અસત્ ને રાકવું તે સંયમ છે અને સત્ ને સેવવું તે તપ છે. એકતાના વિચાર અહિંસાને પેષે છે. અનેકતાના વિચાર સંયમ અને તપને વિકસાવે છે, અહિંસકભાવ ત્રણ પ્રકારના છે. ૧. પેાતાના જ્ઞાનાદિભાવ, ૨. પરના દ્રવ્ય અને ભાવ પ્રાણ અને ૩. ૨૧-પર ઉભયના દ્રવ્ય અને ભાવ પ્રાણ, તેની રક્ષા અને સંયમ-એ સહજમળની જુગુપ્સા રુપ છે. તપ એ તથા ભવ્યત્વ સ્વભાવની અનુમેાદના રૂપ છે. નિશ્ચયનયના વિચાર એટલે એકતાના વિચાર તે અહિંસાની સાધના માટે ઉપચાગી નીવડે છે. અભેદ ત્રણ પ્રકારના છે અને ભેદ પણ ત્રણ પ્રકારના છે. ૧. જાતિગત અભેદ, ૨. દ્રવ્યગત અભેદ, ૩. પ્રદેશગત અભેદ, તે અનુક્રમે રુચિ, એધિ અને પરિણતિરુપી નિશ્ચય રત્નત્રયીને વિકસાવે છે. ભેદના પણ પણ પ્રકાર છે. ૧. વ્યક્તિગતભેદ, ૨. પર્યાયગત ભેદ અને ૩. ગુણગત ભેદ. તે વ્યવહાર રત્નત્રયીનું પાલન કરાવે છે, વ્યવહાર રત્નત્રયી એટલે તવરુચિમાં કારણભૂત જિનપ્રતિમા, ચૈત્ય, આગમ, ચતુર્વિધ સ`ઘાદિની આરાધના, તત્ત્વમેાધમાં કારણભૂત આગમ, વાચના, પૃચ્છના, પરાવનાદિ, તત્ત્વપરિણતિ માટે કારણભૂત શુરુકુળવાસનું સેવન, સમિતિ શ્રુપ્તિનું પાલન, મૂળ-ઉત્તરગુણેાનું ધારણ, વ્રત, નિયમ પચમાણિક્રનું સેવન-એ રીતે વ્યવહાર રત્નત્રયીની ઉપયોગિતા ભેદનયના વિચાર સિદ્ધ કરે છે. વસ્તુમાત્ર ભેદાભેદ સ્વરુપ છે, તેથી સામાયિકને પિરણામ એક બાજુ વાસીચંદનકલ્પ કુશળતારૂપ હ્યો છે અને બીજી બાજુ સવ યાગાની શુદ્ધિરૂપ કહ્યો છે-એ અને મળીને નિરવદ્ય ધર્મ બને છે. આ. ૮
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy