SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ-વિચાર ૫૩ સ્વ-પરના દુઃખ પ્રત્યે દ્વેષ અને સ્વ-પરના સુખ પ્રત્યે સાચા અનુરાગ તા જ પ્રગટથો કહેવાય કે જ્યારે દયામાં ધર્મ બુદ્ધિ પેદા થાય. દયાના પર્યાય અહિંસા, સચમ, તપ, શીલ, સંતાષ, ક્ષમા, માવ, આવ, દાન, પરોપકાર, નિઃસ્વાર્થ સ્નેહ ઢિ છે. સાચા હૃદયની દુષ્કૃત ગોંમાંથી જે અગ્નિ પેદ્રા થાય છે તે ચીકણાં કર્મોને પણ ભસ્મીભૂત કરી નાંખે છે અને તીત્ર સુકૃતાનુમૈાદનામાં પરિણમીને સુકૃતસાગર શ્રી અરિહંત પરમાત્માના ચરણમાં મનને સમર્પિત કરી દઈને શુદ્ધ ધર્માંમાં રમમાણ કરે છે. 卐 તત્ત્વવિચાર આ ધ્યાનરૂપી કલ્પનાજાળના ઉચ્છેદ સ્વસુખદુઃખની ચિંતા છેાડવાથી થાય છે. સવના સુખ-દુઃખની ચિંતા કરવાથી સમત્વભાવ પુષ્ટ થાય છે. અનંતગુણ, પર્યાયથી સમૃદ્ધ એવા આત્મદ્રવ્યમાં રમણતા કરવાથી સકળકર્મના ક્ષય થાય છે. આત –રૌદ્રધ્યાનના ત્યાગ, ધર્મધ્યાનનું સેવન અને શુક્લયાનના અભ્યાસ એ મનાગુપ્તિના ત્રણ દ્વાર છે. સ્વ (Self and not Soul) ના વિચાર આ ધ્યાનનું ખીજ, સવના વિચાર ધર્મ ધ્યાનનુ' ખીજ અને આત્મદ્રવ્યના વિચાર એ શુક્લધ્યાનનું ખીજ બને છે. ખીજાના દુ:ખનુ નિવારણુ જેઓ ઇચ્છતા હાય અને ખીજાના સુખનુ સર્જન ચાહતા હાય, તે જ અકરણ નિયમને ચેાગ્ય બની શકે છે. પાપ ન કરવાની વૃત્તિનું બીજ બીજાનાં દુઃખ નિવારણ કરવાની ઈચ્છામાં છે. તેને જ દયા કહે છે. જીવમૈત્રી અને જિનભક્તિ પરસ્પર અનુસ્મૃત છે. એકનાં અભાવમાં બીજાના સદ્ભાવ રહેલા નથી. ઉત્કૃષ્ટ જીવમૈત્રીના કારણે શ્રી જિનેશ્વર ભગવા ભક્તિને પાત્ર છે. એટલે તેમની ભક્તિ જીવમૈત્રીને વિકસાવે છે. જીવ તત્ત્વ ઉપાદેય છે. અજીવ તત્ત્વ હૈય છે. સ`વર, નિર્જરા અને માક્ષ ઉપાદેય છે, કેમ કે તે જીવ તત્ત્વ છે. આશ્રવ, બુધ અને પાપ હેય છે, કેમ કે તે અજીવ તત્ત્વ છે, જિનતત્ત્વમાં મેાક્ષતત્ત્વની ઉપાદેયતા રહેલી છે, જીવમૈત્રીમાં સંવ૨ નિર્જરા તત્ત્વની ઉપાદેયતા છે. આશ્રવ, બંધ અને પાપ એ હેય તત્ત્વા છે, કેમ કે તેમાં જીવ દ્વેષ અને જિનઅભક્તિ રહેલાં છે. જિન એ જીવનું શુદ્ધસ્વરુપ છે. જીવનુ અશુદ્ધસ્વરુપ કરુણા અને માધ્યસ્થને પાત્ર છે. જીવનું શુદ્ધસ્વરુપ પ્રમાદ અને ભક્તિને પાત્ર છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy