________________
પણ
આત્મ-ઉત્થાનનો પાયો તે જ રીતે કુસંગમાંથી છૂટી, અસંગ થવા માટે સત્સંગ સેતુ છે. અશુભ ધ્યાનમાંથી છુટી. શુકલ ધ્યાનમાં જવા માટે ધર્મયાન સેતુ છે. આર્ત-રૌદ્રધ્યાન એ અશુભ છે. મૈગ્યાદિ વિક એ શુભ છે. તે નિર્વિકલ્પમાં જવા માટે સાધન હેવાથી સેતુ તુલ્ય છે.
વિમાત્રમાંથી અમાત્રમાં જવા માટે અર્થ માત્રા એ સેતુ છે. વૈખરીમાંથી પશ્યન્તીમાં જવા માટે મધ્યમાં સેતુ છે. અને મધ્યમામાંથી પરામાં જવા માટે પશ્યન્તી એ સેતુ છે. આહતમાંથી અનાહતમાં જવા માટે વર્ણવલિ સેતુ છે અને વર્ણવલિની વિમ્યુતિ વડે અવ્યક્ત માં જવા માટે અનાહત એ સેતુ છે.
નિર્વિકલ્પતા અને નિસંગતાને વિશેષે અભ્યાસ કરવા યોગ્ય છે, કે જે અંતે અધ્યાસમાં પરિણમે. અભ્યાસ અધ્યાસમાં પરિણમ જોઈએ. અને વૈરાગ્ય એજ્યમાં પર્યવસિત થવું જોઈએ.
હાદિમાં અધ્યાસ પ્રત્યક્ષસિદ્ધ છે અને તે અનાયાસે સિદ્ધ થયેલ છે. એ જ રીતે આત્મામાં અધ્યાસ જ્યાં સુધી અનાયાસપણે સિદ્ધ ન થાય, ત્યાં સુધી તે માટે અધ્યાસ પ્રયત્ન આવશ્યક છે.
અધ્યાય એટલે એકતાની અનુભૂતિ.
દેહાદિ પુદ્ગલમાં એકતાની મિથ્યા અનુભૂતિ છે, તે વૈરાગ્યથી નિવારી શકાય અને આત્માની સાથે તાત્વિક એકતાની અનુભૂતિ નથી, તે ઉક્ત અભ્યાસથી સાધી શકાય.
સહજ સ્વભાવરમણતાની પરિણતિ વડે જ સહજાનંદ સુલભ છે તે માટે ઉક્ત બે ગુણની સાધના અનિવાર્ય છે.
બ્રહ્મભાવનો પ્રભાવ બાહા દારિક શરીર સમાન હોવા છતાં આંતરમાનસ શરીર અને તેજસ-કાર્પણ શરીર પ્રત્યેકનું ભિન્ન હોય છે.
માનસ શરીર બેધાત્મક અને કાર્મણ શરીર વાસનાત્મક હોય છે.
વાસના ભેદ, બેધ–ભેદ પણ હોય છે. તેથી સમાન આકૃતિવાળા મનુષ્ય પણ ગુણથી, ક્રિયાથી અને રૂચિથી ભિન્ન હોય છે. એવી સમજ જેને હેય, તે સ્વાશ્રય અને અભેદને અધિકારી થઈ શકે છે. તેનાં સાધને તવાન, વાસનાક્ષય અને મનેનાશ છે. તે માટે નિવૃત્તિમાર્ગ આવશ્યક છે,
પ્રવૃત્તિ માર્ગમાં તત્વજ્ઞાન મેળવી શકાય છે, પરંતુ વાસનાલય અને મને નાશ દુષ્કર છે.