SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનને પાયે આગમ આપવચનરૂપ છે, તે મૂર્તિ અને મંત્ર બંનેના મહત્વને બતાવે છે. અને ચતુર્વિધ શ્રી સંઘમાં ઉપદેશ દ્વારા એકવાર્થતા જાળવી રાખે છે. પદસ્થ થાનનું મૂળ, મંત્ર છે. રૂપસ્થ ધ્યાનનું મૂળ, મૂર્તિ છે. મંત્ર છહાથી જાય છે. મૂર્તિ ચક્ષુથી જોવાય છે. કહા દ્વારા થતા મંત્રજાપવડે અને ચક્ષુદ્વારા થતાં મૂર્તિના દર્શનવડે ગના આઠે અંગોનું સેવન થાય છે. પ્રથમના પાંચ અંગ, બહિરંગ સાધન છે, પછીના ત્રણ અંગ અંતરંગ સાધન છે. બહિરંગ સાધનરૂપ બાહા સંયમ એ ઈન્દ્રિયને અને પરંપરાએ પ્રાણ અને દેહને સંયમ છે. આત્મપ્રેમ અને તેને ઉપાય આત્મ સ્વરુપ કેવળ અનુભવગમ્ય છે. તે અનુભવ મન, વાણી અને દેહથી અલગ કે વિરક્ત થયા સિવાય મળતું નથી. તે અનુભવનું દ્વાર ખોલવા માટે સાચા પ્રેમ ભર્યો એક જ સાદ કરે બસ છે. મન, વાણી અને દેહથી અલગ થઈને, ૫ર બનીને સાચા પ્રેમથી જે આ સાદ કરવામાં આવે તે આજે જ, આ ક્ષણે જ હૃદયના અંતરતમ પ્રદેશમાં તે અનુભવ થવે શક્ય છે. મનુષ્ય પિતાને સઘળો પ્રેમ, આજે આત્મસ્વરૂપ સિવાય બીજે બધે પાથરી બેઠે છે. કામાગ નેહરાગ અને દષ્ટિરાગને વશ થઈ પિતાને છેડી પરમ પિતાને બધે પ્રેમ મનુષ્ય વિખેરી બેઠો છે. સર્વત્ર વિખરાએલા આ પ્રેમને એકત્ર કરી લેવામાં આવે અને પાણી માટે તરસ્યાની જેમ તેને જે એક જગ્યાએ લગાડવામાં આવે, તે સ્વ-સ્વરુપને અનુભવ થવો શકય બને. આત્મસ્વરુપ પ્રત્યેના પ્રેમ વિનાનું શાસ્ત્રીય જ્ઞાન પણ ઘણીવાર શુષ્ક, નિરસ અને લખું લાગે છે. વિખરાએલા તાંતણા જ્યારે એકત્રિત થઈને, પરિપુષ્ટ દેરડારૂપે પરિણામ પામે છે, ત્યારે અતિ બળવાન એવા જાનવરને પણ એ વશ કરી શકે છે, તેમ કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગરૂપે વિખાએલા પ્રેમના તાંતણાઓને એકત્ર કરવામાં આવે, સમૂહિત કરવામાં આવે અને મજબૂત પાશરૂપ બનાવવામાં આવે, તે તે પ્રેમ પાશવડે
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy