SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રની શક્તિ મછે, ખડકે, વમળ વગેરે હોય છે, છતાં ટિકિટ લઈને નિરાંતે ઊંઘી જાઓ છે. કારણ? રેલવે કંપની પર વિશ્વાસ છે. તેની કાર્યવાહી, વ્યવસ્થા શક્તિ, નીતિમત્તા અને પ્રામાણિકતા ઉપર પૂરે ભરોસે છે. શ્રી તીર્થ કરવો ઉપર તેના કરતાં પણ વધુ વિશ્વાસ કેળ. કાયર ન બને. ભરૂતા અને અશ્રદ્ધાને ત્યાગ કરે. પ્રયોગ કરી જુઓ. સૌથી પહેલી શરત શરણાગતિની છે. શરણાગતિ એ અકાટય કાનૂન છે. રાગીઓનાં, રૂવત લેનારાઓનાં વચન ઉપર વિશ્વાસ મૂકે છે. તે શ્રી તીર્થંકરદેવના વચન ઉપર વિશ્વાસ મૂક્તાં આંચકે કેમ? આમાં શંકા અને કુપણુતા શા માટે? વિશ્વાસની અગત્યતા જાપના પ્રારંભમાં જ શ્રી નવકાર પાસે કંઈ માગવા કરતાં, જપ ચાલુ રાખવે એ ડહાપણભર્યું છે. ગણ્યા પહેલાં એ શું આપે? કેવી રીતે આપે ? આ અવિશ્વાસ ન છે. દુકાન માંડે પછી નફે ક્યારે હાથમાં આવે? વર્ષના અંતે સરવૈયું કાઢ્યા બાદ ત્યાં સુધી મહેનત કર્યે જ જા એ છે. તેમ શ્રી નવકારને પણ છ મહિના તે સેવા (Service) આપ, પછી એનાથી શું લાભ છે? એ પૂછો. પૂછવું નહિ પડે, અનુભવ થઈ જશે. પરંતુ અટકે છે કયાં? વિશ્વાસ જોઈએ. જિસકે મનમેં ખટક, વહી બડી અટક. વિશ્વાસ પૂરે જોઈશે. રેલવે કંપની કરતાં, સ્ટીમર કંપની કરતાં, ઈત્યારન્સ કંપની કરતાં, વધુ વિશ્વાસ શ્રી તીર્થંકરદેવના વચન અને તીર્થ પર જોઈશે. શ્રી તીર્થકરોના તીર્થની સેવા કરે તે મોક્ષ મળશે ગનમેટની સર્વિસ કરે, તેને પેન્શન મળે છે. મે એ નિવૃત્તિ સ્થાન છે. પેન્શન મેળવવા માટે પહેલાં સેવા (Service) કરવી જોઈએ. મેક્ષ મેળવવા માટે પહેલાં તીર્થની, શ્રી તીર્થકરના વચનની સેવા કરવી જોઈએ. શ્રી નવકારથી આ જ જન્મમાં ત્રણ પ્રકારના સુખે અનુભવી શકાય છે. આધિભૌતિ, આધિદૈવિક અને આધ્યાત્મિક-આ ત્રણેય પ્રકારના સુખે ન માંગે તેય મળે છે. શ્રી નવકાર એ શું છે? નમો રિહંતાળ” એ વાસ્તવમાં મોહના કટ્ટર વૈરી અરિહંતને જયનાદ છે, મેહરૂપી દુશ્મન સામે, તેની સત્તા સામે જબ્બર પડકાર છે. અંગ્રેજસરકાર પોતાની સામે પડકાર કરનારને કેદમાં પૂરી દેતી હતી. પરંતુ (એ.બી.સી.ડી.) એવા ચાર વર્ગ જેલમાં રાખવા પડતા હતા. બળવાન પડકાર કરનારાએને “સી” (C) કે “ડી” (D) કલાસમાં રાખતાં ગભરાટ થતા હતા, તેથી તેમને “એ” (A) કે “બી” (B) કલાસમાં રાખતા હતા. તેમ મેહની સામે સંગઠિત થઈને એ પડકાર
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy