SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ સંયોગો અને સિદ્ધિ ૬૯૧ આવી જ દશા માનવ-શરીરની અને તેમાં રહેલ ઇન્ડિયા વગેરેની પણ થઈ જવાની. એ કારણે એમાં આસકિત નહિ રાખતાં સમતાપૂર્વક સાધન તરીકે તેને ઉપયોગ કરી લેવો એ જ સાર છે. સાઈકલ, પ્રવાસની સુગમતા માટે છે, તેમ શરીર પણ ભવવાટ કાપવાનું સરસ એક સાધન છે. અર્થહીન કે લયહીન ૨ખડપટ્ટીથી સાઈકલ ઝડપથી બિમાર બની જાય છે. તેમ આરાધનાના લક્ષય વગરનું શરીર પણ અલ્પકાળમાં રોગનું ઘર બનવાનો પૂરે સંભવ રહે જ છે. માટે તેને જીવન વિકાસનું વફાદાર સાધન બનાવીને ઉપયોગમાં લેવું જોઈએ. સંયોગ અને સિદ્ધિ તમે સફળ થવા શક્તિમાન છો, પણ સંગ તમને સફળ થવા દેતા નથી–આ કેવળ બહાનું છે. બહારના સગો માટી જેવા છે. જ્યાં સુધી તમે તેનાથી દૂર ભાગવા પ્રયાસ કરશે, ત્યાં સુધી તમને ખરી સિદ્ધિ મળશે નહિ અને સંગોની માટીમાંથી ત્યાં સુધી કંઈક નવું ઘડી શકાશે નહિ. સંગે જેવી એક કોઈ “વસ્તુ” છે, તેને અહીં ઈન્કાર નથી, પરંતુ મનુષ્યની પ્રકૃતિ, કાર્ય શક્તિ અને એની વિશિષ્ટતાનો અહી એકરાર કરવાને છે. - જે એકને નિરાશાજનક લાગે, તે જ સંગે બીજાને આશા પ્રેરક લાગે. જે સ્થિતિ એકને વિકટ લાગે, તે બીજાને સરસ એક તક સમાન થઈ પડે. જેનાથી એક હારી ભાગે, તેને બીજે પિતાને વશ કરી, પ્રગતિ સાધે–એવું આ જગતમાં બનતું આવે છે. સંગ તે સરિતાના જળ જેવા છે. જે તેમાંથી નહેર કાઢી, તેને પિતાના ખેતરમાં વાળી લે, ત્યાં તે વળી જાય છે! જેમ લેઢાને ટીપીને લુહાર, લાકડાને કાપીપીને સુથાર અને માટીને ઘાટ આપીને કુંભાર પિતાનું ધાર્યું કરી શકે છે, તેમ સામર્થ્યવાન મનુષ્ય સંયોગને યથાર્થ ઉપગ કરીને પિતાનું ધાર્યું કરી શકે છે. આપણી પાસે પૈસા નથી એટલે આપણું ધાર્યું થતું નથી, આપણી પાસે વિદ્યા નથી એટલે આપણી ધારણા બર આવતી નથી, આપણી પાસે સાધન નથી એટલે બધું બગડી જાય છે–એવું એવું બોલીને માણસ પોતાના સંગને દોષ દે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy