SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ }¢ આત્મ-ઉત્થાનના પાયે સ્વાર્થ બદ્ધ છે, તેવા માનવાની અધિકતાવાળા આ જગતમાં, અગત્યની આવશ્યકતા અંતઃકરણને અજવાળનારા ઔષધેાની છે! હૈયુ સુધરશે તે કાળા કોલસા પાસેથી પણ એ ઉજળું કામ લઈ શકશે. જ્યારે કાળું હૈયું તેા ધેાળા ચાકના ઉપયાગ પણ કાળા કામમાં કરશે. માટે જ્ઞાન-વિજ્ઞાન જેમના માટે છે, તેમની ચાગ્યતાને બધી બાજુએથી સુધારવાની પ્રધાન આવશ્યક્તા છે. 卐 વસ્તુ અને તેના આભાસ કાઈને કોઈ સ્વરૂપમાં કીર્તિના માહ લગભગ દરેકને હાય છે. હું વીર' ગણા, લોકો મને ‘ઉદાર' ગણે, હું ‘સાધુ-પુરુષ’ કહેવાઉ, લેાકા મને વિદ્વાન કહે, હું ‘સુ‘દર’ દેખાઉં, લેાકા મને ‘ચતુર' માને, હુ· ‘મહાન લાગું, લેાકા મને ‘નેતા' કબૂલે ! આવી અનેક પ્રકારની કીતિ લાલસા મનુષ્યને વળગેલી હાય છે. ક્યારેક કાઈ કહે કે આ બધા કીર્તિના માહ છે! ત્યારે મે' કીર્તિના માહ છેડ્યો છે, એવું ‘એ ભાઈ’ લેાકાને ઠસાવવા મથે છે, પરિણામે કીર્તિના મેહ, આગલે બારણેથી પ્રવેશ ન મળતાં, પાછલે બારણેથી વેશપલટો કરી ઘૂસી જાય છે. કીર્તિની લાલસા એવી પ્રખળ છે. નક, કામિની અને કીર્તિ, આ ત્રણે વસ્તુ મેાહરુંઉપજાવનારી છે. સ’સાર-મંડપના એ આધાર સ્વભા છે, એ લઈ લે, કે સ`સારીજીવન સમાપ્ત થાય. સાંસાશિ જીવનમાં તે અનિવાય છે, એમ માની લઇએ તે પણ તેના માહ એ બહુ ખૂરી ચીજ છે. માહ માણુસને આંધળા બનાવે છે. દીવાના બનાવે છે. અંતે તેને નાશ કરીને જ છેડે છે. આ માહ મૃગજળ જેવા આભાસ ઉત્પન્ન કરે છે, એથી મનુષ્ય પેાતાની બધી શક્તિ, તેની પાછળ ભટકવામાં ખર્ચી નાખે છે અને જે પ્રાપ્ત કરવાનું છે, તેને માટે શક્તિ ખચતી નથી. વળી આભાસી–વસ્તુ જ એવી છે કે તે ખરેખર હાતી જ નથી. એટલે તેને માટે પ્રયત્ન કરવા છતાં મળતું કાંઈ નથી. તેને મેળવવાના પ્રયત્ન છેડી દેવામાં આવે, તા જ આભાસની પાછળના સાચા અર' ભાસે છે અને તે પ્રાપ્ત થતાં તેના આભાસ પણ પ્રાપ્ત થાય છે. દેખાવની પાછળ પડવા કરતાં, તે જેના દેખાવ છે, તે સત્ય જ પ્રાપ્ત કરવુ જોઇએ. સત્યના સૂરજ ઉગતાં માહનું ધુમ્મસ ઉડી જાય છે. શ્રમ કર્યા વિના ધનની પાછળ પડવું, માતા તરીકેના આદર કર્યો વિના રૂપની પાછળ ભમવું, સદાચારી બન્યા વિના કીર્તિની પાછળ વલખાં મારવાં, એ બધા માહના વિલાસ છે. એ બધી આંધળી દોટ છે અને વ્યર્થ પરિશ્રમ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy