________________
આત્મ-ઉત્થાનો પાયો
સાચી માનવતા આહાર, આરામ અને ભોગનાં સાધનને વિસ્તાર એટલે માનવતા નહિ. પૂલ સાધનની પ્રાપ્તિથી બાહ્ય જીવન વધારે સગવડ ભર્યું બને છે, પણ તેથી લેજ, ભય, સ્વાર્થ કે કપટ ઘટતાં નથી. સુધારેલી પશુ-
ટેને વિકાસ, એ માનવતાને વિકાસ નથી. માનવતાને વિકાસ છે, પિતે પિતાને એળખે એમાં !
પશુથી વિશિષ્ટ એવું “કાંઈક' માનવીમાં છે. જ્ઞાન અને આનંદ-પ્રાપ્તિની એક અદમ્ય-જિજ્ઞાસા માનવીમાં સુષુપ્તપણે રહેલી છે. પશુભાને વશ થઈ, માનવીએ આ ભાવતૃષા વિસારી છે. બહાર પ્રગટ થવા મથતી ચેતનાને અાંતર–અવાજ જે સાંભળે છે, તે શરીર-તૃપ્તિની જેમ માનસ-તૃપ્તિ માટે પણ અવશય પ્રયત્ન કરે છે.
સાહિત્ય, સંગીત, કલા, ચિત્ર અને શિલ્પના જુદા જુદા વરૂપ દ્વારા વ્યક્ત થવા મથી રહેલું માનવ મન, પશુત્વથી ભિન્ન સ્વભાવ દર્શાવે છે. અવ્યક્તમાંથી વ્યક્ત થવા મથી રહેલા આંતર-અવાજને જે સાંભળે છે ને અનુસરે છે, તેણે પથભાવથી મુક્તિ મેળવી છે, તેણે માનવ નામને સાર્થક કર્યું છે.
દેહને નાશ એ મૃત્યુ નથી, માનવતાને વિધ્વંસ એ મૃત્યુ છે.
ધન, સત્તા અને કીર્તિની અપ્રાપ્તિ એ નિષ્ફળતા નથી, પણ માનવ સહજ ગુને સંકેચ એ નિષ્ફળતા છે. મુકેલીઓને સતત-સામને પરાજય નથી. પણ પ્રયત્ન અંત એ પરાજય છે. મુકેલીમાં મૂકાયા વિના જીવનનું સત્વ બહાર નહિ આવે. અમૃત જેને પ્રગટાવવું છે, તેને મંથનનું કષ્ટ સહવું પડશે.
“હું માનવી છું, પશુ નહિ!”
જે અસીમ, અનંત અને અતાગ તવ મારામાં ભર્યું પડયું છે, તેને ભલે આજે હું ન સમજી શકું ! પરંતુ હું જાણું છું કે મારી સીમા નથી, મારે અંત નથી. મારે તાગ નથી. હું સ્કૂલ નથી, સૂક્ષમ છું. હું બાહ્ય નથી, આંતર છું. સ્કૂલની પ્રાપ્તિ મારૂં દય નથી. સૂમને વિકાસ મારૂં દયેય છે. પ્રકાશની શોધ એ મારું જીવન છે ! આ વિચારોનું વાયુમંડળ માનવીનું આત્મ રક્ષક અભેદ્ય બખ્તર બની શકે છે.
માનવતા એટલે જ્ઞાનનો પ્રકાશ અને પ્રેમની ઉષ્મા! વિકસિત માનવતાથી અણુ અને વિશ્વ, પદાર્થ અને શક્તિ, કાળ અને વિચાર, મન અને આત્માના રહસ્યને પણ પારને પમાય છે.
જેમ પ્રાકૃતિક-શક્તિઓનું જ્ઞાન, તેને ઉપયોગ, તેના ગૂઢ હત્યેની સમજણ એ વિજ્ઞાન છે, તેમ માનવભવની વિશાળતા, ઉંડાણ, તેની અગાધ શક્તિઓનું માપ, એ પણ વિજ્ઞાન છે. જ્યાં શ્રેષ્ઠ માનવતા, ત્યાં શ્રેષ્ઠ વિજ્ઞાન!