SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચતાની અભિરૂચી કૂવામાંને દેડકે, કૂવાના આવાસને ભલે ઉપભોગ કરે, પણ દરિયાના દેડકાને ઉપહાસ ન કરી શકે. સાચા મૂલ્યનું ઉચ્ચારણ અસંદિગ્ધપણે સમાજમાં વારંવાર થવું જોઈએ. સમાજધુરંધરે આ કાર્ય બરાબર કરતા રહે, એમાં જ સમાજનું કલ્યાણ છે. જીવનમૂલ્યોની યથાર્થ—અકણીની બાબતમાં માનવીની અનધિકાર–ચેષ્ટા અહિતકર છે–તેમ ઉચ્ચ જીવન મૂલ્યોને વરેલા આત્માઓનો ઉપહાસ પણ વિઘાતક છે. ઉચ્ચથી ઉચ્ચતર અને ઉચ્ચત્તમ જીવનમૂને વરવા માટે સહુએ કટિબદ્ધ બનવું જોઈએ. મહાપુરુષોએ આંકેલી મૂત્યરેખા સમજીએ પછી જ આપણે કટિબદ્ધ બની શકીએ! ઉચ્ચતાની અભિરૂચિ કોઈ પણ પ્રવૃત્તિનું પ્રેરક બળ, તેમાં રહેલો રસ છે. જે રસપૂર્વક કામ કરે છે, તે કદી થાકત નથી. અમુક પ્રવૃત્તિ સારી છે. એટલું જાણવા માત્રથી તે પ્રવૃત્તિ કરવા ભાગ્યે જ કોઈ પ્રેરાઈ છે. અથવા અમુક પ્રવૃત્તિ ખરાબ છે, એમ જાણવાથી કોઈ તેને છોડી દેવા તૈયાર થતું નથી. જો એવું હેત તે સદાચારી બનવા માટે વિદ્વતા જ પૂરતી ગણાત! અથવા પુસ્તકે જ ગુરુને સ્થાને ગોઠવાઈ જાત! ઉચ્ચ વસ્તુઓના જ્ઞાન માત્રથી ઉચ બનાતુ નથી, પરંતુ ઉચ્ચ પ્રકારની અભિરૂચિ કેળવવાથી જ ઉચ બનાય છે. અભિરૂચિ તરફ દુર્લક્ષ કરીને, હકીકતેના ઢગલાને “જ્ઞાન કહેવાની અને એ ઢગલા પર બેસીને સર્ષની જેમ ફુ ફાડા મારનારને કેળવાએલો માનવાની એક પ્રથા પડી છે, પરંતુ તેની પાછળ વિચાર નથી. જ્ઞાનમાં રહેલા રસને ચાખી શકવાની જેનામાં શક્તિ નથી. તેને જ્ઞાની કહેવાને બદલે “વેદીએ” કહે એજ વધુ ચગ્ય છે. મોટે ભાગે અધિકાંશ ની રૂચિ હલકી વસ્તુઓ તરફ જ રહેતી હોય છે તેનાં બે કારણે છે. - એક તે હલકી વસ્તુઓની છત વધારે હોય છે. લગભગ સર્વત્ર તે જ જેવા તેમજ ચાખવા મળે છે, તેથી અભિરૂચિ પણ તેના જેવી બની જાય છે. બીજું કારણ ઉંચી વસ્તુઓની અછત છે. તેથી તેને જોવાને કે તેને સ્વાદ ચાખવાને પ્રસંગ જ ઓછો મળે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy