SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણ સાથે ઉપદેશ ૬૫૯ આચરણ સાથે ઉપદેશ નદીનાં પાણી પૃથ્વીની રચના પ્રમાણે ઢાળની દિશામાં વહે છે. તેને ખાળી શકાતાં નથી, પણ વાળી જરૂર શકાય છે. કુશળ ઇજનેર, નદીની આડે બંધ બાંધે છે, તા સાથે-સાથે બધાએલા પાણીને અન્ય માગે વહેવડાવવાના પ્રબંધ પણ કરે જ છે ! વસ્તુ માત્ર પાતપેાતાના ગુણધર્મ પ્રમાણુ વતે છે. આપણે તેમને તેમ કરતાં રોકી શકતા નથી. પણ અનુકૂળ માર્ગોમાં તેમને ચાજી શકીએ છીએ. છાડ, વૃક્ષ, પશુ, પક્ષી, જળચર સહુ સૌ કાઇ પાતપાતાના પ્રાકૃતિક સ્વભાવ પ્રમાણે વર્તે છે. તેમાં ફેરફાર કરવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે. મનુષ્ય પણ આમાં અપવાદ રૂપ નથી. તે પણ પેાતાના કુદરતી સ્વભાવના વહેણેાને સહેલાઇથી રોકી શકતા નથી. એમ કરવા જતાં અનેક વિકૃતિઓ રૂપે એ સ્વભાવ પ્રગટ થવાની શક્યતા નકારી કઢાય, એવી નથી. સ્વભાવ તા જીવન વ્યક્ત થવાની રીત છે અને સારા પ્રત્યેાજન માટે પણ એ વાપરી શકાય, ખરાબ પ્રત્યેાજન માટે પણ એ વાપરી શકાય! પરમા માટે વહેતું સ્વભાવનું વહેણ સદ્ગુણુ છે, જયારે સ્વાર્થ માટે વહેનારૂપ દુ'ણુ ગણાય છે. સ્વભાવ તા એના એ જ હાય છે. સત્યની દિશામાં વહીને તે જીવનને ફળદ્રુપ ખનાવે છે. અને નહિ તા ફાવે તેમ વહીને હાનિ પણ કરે છે. જેમ પારસમણિને સ્પર્શીતાં લેાઢું સુવર્ણ બને છે. તેમ સત્સ`કલ્પાની ભૂમિને સ્પર્શ'તાં ૠણા પણ સગુણા મને છે. હઠ અને દૃઢતા, ક્રોધ અને પુણ્યપ્રકાપ, અભિમાન અને ગૌરવ, ક્રુરતા અને શૂર વીરતા, ઉડાઉપણું અને ઉદારતા, લાભ અને કરકસર, માહાળ અને પ્રેમભાવ, ઔદ્યાસિન્ય અને વૈરાગ્ય—આ જોડકામાં પ્રગટતે સ્વભાવ આમ તે એક જ પ્રકારના હોય એમ લાગે છે. છતાં એક અનિષ્ટ માર્ગનું અવલંબન લઇ ક્રુણુ ખને છે અને ખીન્ને સન્માર્ગે વળી સદ્ગુણ અને છે. આત્મ સુધારણા કરનારે ખરેખર તા સ્વભાવને અવરોધવાના નથી, ફક્ત તેને સન્માગે વહેવડાવવાના છે. તે માટે સહુ પ્રથમ તેણે ખરાબ વાતાવરણમાંથી દૂર ખસી જવું જોઈએ. વિષયાના આકષ ણે। અને દુર્ગુણ પાષક પ્રલાભનાની વચ્ચે રહીને સ્મશાન વૈરાગ્ય જેવા નિશ્ચયેા કરવાથી કાંઈ વળતું નથી. એથી કઇ ઝાઝો લાભ થતા નથી. સત્સંગ એક અતિ ઉત્તમ ઉપાય છે. એ પારસમણિ જેવા અતિ મૂલ્યવાન મણિ છે. સુધરવાના પ્રયત્ન અને અનેકવિધ તપશ્ચર્યાએ કરતાં પણ તે વિશેષ પરિણામકારક છે,
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy