SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૨ આત્મ-હત્યાનો પાયો બની શકીએ. અને શ્રી જિનાગમથી વિરુદ્ધ સ્વમતિ કે અન્ય મતિથી દરવાઈને જીવાશિ દ્રવ્યનું વિપરીત દર્શન કે નિરૂપણ કરીએ તે સર્વના અહિતકર બનીએ છીએ. જેમાં સ્વના અહિતને સમાવેશ થઈ જાય છે. કર્તા અને કર્મની સાપેક્ષતા અને પરસ્પર હિતાહિત ક્રિયા કરનાર કર્તા કહેવાય છે. અને જેને ઉદ્દેશીને ક્રિયા કરવામાં આવે તેને કર્મ કહેવાય છે. એટલે કે ઈ પણ ક્રિયામાં કર્તા કર્મ અને સાપેક્ષ હોય છે. અને ક્રિયાનું ફળ કર્તાને તે અવશય મળે છે, કમને પણ કદાચિત્-કથંચિત્ મળે છે. પ્રસ્તુતમાં અજીવ દ્રવ્ય સંબંધી કરેલી જેવાની નિરૂપણની ક્રિયાથી અજીવ દ્રવ્યનું હિતાહિત કઈ રીતે થાય? તેનું આ સમાધાન છે, કે અજીવ જડ પદાર્થો સંબંધી સાચી, જૂઠી ક્રિયાનું ફળ કર્તા જીવને તે અવશ્ય અને કર્મ જીવ હેય, તે તેને પણ કથંચિત્ ભેગવવું પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જડ સંબંધી ક્રિયાથી જડને કોઈ વિશેષ હિત કે અહિતની અસર પહોંચી શકતી નથી, પણ થએલી ક્રિયાનું ફળભૂત-પરિણામ પણ કરી નિષ્ફળ જતું નથી. એટલે એ પરિણામ કર્મમાં જવાને બદલે પરિવર્તિત થઈને કર્તાને જ પિતાને વિષય બનાવે છે. અર્થાત્ ક્રિયાનું પરિણામ કર્તાને તે અવય જોગવવું પડે છે. આ જ નિયમ સિદ્ધ પરમાત્માની બાબતમાં પણ ઘટાવી શકાય. તેઓ પૂર્ણ કૃતકૃત્ય અને સર્વથા કર્મથી અલિપ્ત છે. એટલે એમના સંબંધી ક્રિયાનું પરિણામ, એમને નહિ પણ કર્તાને અવશ્ય પ્રાપ્ત થાય છે. અજીવ દ્રવ્ય સંબંધી ક્રિયાનું પરિણામ કથંચિત અછવને પણ જોગવવું પડે છે, તે જીવ દ્રવ્ય સંબંધી ક્રિયાનું પરિણામ જીવને તો અવશ્ય ભેગવવું જ રહ્યું. નિગોદ અને પૃથ્વીકાયાદિ જેનું યથાર્થ સ્વરૂપ ન જાણીએ કે સત્ય નિરૂપણ ન કરીએ તે આપણું અને એ જેનું પણ અહિત થાય છે. અસત્ય દર્શન અને નિરૂપણથી પણ જો અહિત થાય છે, તે અનુચિત વર્તનથી સ્વપ૨નું અહિત કેમ ન થાય? જરૂર થાય. માટે જ જિનાક્ત તનું યથાર્થ ગ્રાન, શ્રદ્ધાન કરી તદ્દનુરૂપ ઔચિત્યપૂર્ણ વ્યવહાર કેળવવા મંત્રી આદિ ભાવે અત્યંત જરૂરી છે. અને તે જ “ઉપરોપકો બીજાનાં એ મહાવાક્યને અ યથાર્થપણે ગ્રહણ કર્યો ગણાય. સૂત્રનું ગાંભીય વાજો કહો નીયાના” આ સૂત્રના રચયિતા છે, પૂર્વધર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિ મહારાજ, તેઓ “સંગ્રહકાર” તરીકે વિશ્વવિખ્યાત મહર્ષિ છે. તેમના રચેલા આ નાનકડા
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy