SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦ આત્મ-ઉત્થાનને પાયે, અર્થાત્ પરમાત્મા જેમ જીને ભવસાગર તારવામાં મોક્ષપદ આપવામાં નિમિત્તકર્તા બને છે, તેમ સંસાર પરિભ્રમણમાં પણ ઉપેક્ષા અને આશાતનાદિ દ્વારા નિમિત્ત કર્તા બને છે. પરમાત્માના ગુણેના અને તેમની આજ્ઞાના આદરબહુમાન અને પાલન દ્વારા ભક્તાત્મા જેમ પરમાત્માની પૂજ્યતા, તારકતા આદિ ગુણોની અભિવ્યક્તિમાં નિમિત્ત કારણ બને છે, તેમ મિથ્યાદષ્ટિ વગેરે છે એમને અનાદર-તિરસ્કાર કે આશાતનાદિ કરવા દ્વારા પરમાત્માની નિગ્રહ શક્તિને એટલે કે એમની આજ્ઞાના ઉથાપનમાં રહેલી ભીષણતાને પણ પ્રગટ કરવામાં નિમિત્ત કારણ બની શકે છે, એમ અપેક્ષાએ સમજી શકાય છે. આજ્ઞાના પાલનમાં આજ્ઞાકારના આદરને સમાવેશ થાય છે, આજ્ઞાના ખંડનમાં આજ્ઞાકારના અનાદર-તિરસ્કારને સમાવેશ થાય છે. આજ્ઞાકારના આદર સાથે સકલસવ હિતાશયને આદર સંકળાએલ હેઈને તેમના અનાદરથી-તિરસ્કારથી સકલસર્વાહિતાશયને અનાદર-તિરસ્કાર થાય છે, જે જીવને ભારે નિગ્રહકારક નીવડે છે. જયારે આજ્ઞાનો આદર, જીવને એ જ રીતે અનુગ્રહકારક નીવડે છે. આ રીતે સિદ્ધ અને સંસારી આત્માઓની પણ પરસ્પર ઉપગ્રાહકતા ઘટાવી શકાય છે. ગુણી પ્રત્યેનું માધ્યથ્ય મહાન અહિતકર છે. સિદ્ધના આત્માઓ પૂર્ણ ગુણી છે. શેષ પદે રહેલા પરમેષ્ટિએ પણ મહાન ગુણી છે. પૂર્ણ ગુણ બનનારા છે. એટલે જ એમના પ્રત્યે નેહપૂર્ણ પ્રમોદભાવ પ્રગટાવવામાં ન આવે તે તેમની એટલે કે તેમના જ્ઞાનાદિ અનંત ગુણેની ઉપેક્ષા જ કરી કહેવાય છે. અને ગુણ અને ઉપકારી આત્માઓ પ્રત્યેની ઉપેક્ષા-ઉદાસીનતાથી આત્માનું ભયંકર અહિત થાય છે. કહ્યું પણ છે કે, “મારાથમ િથાય, પુનર્વે વઢવઃ ? (વીતરાગસ્તોત્ર) આ લેકને એ અર્થ છે કે, પરમાત્મા પ્રત્યે સેવેલો મધ્યસ્થભાવ પણ દુર્ગતિને માટે થાય છે, તે પછી એમના પ્રત્યેના વેષભાવની તે વાત જ શી કરવી? જીવત્વ તરીકે સંબંધ, પરમાત્મા અને સદ્દગુરુ સાથે પણ છે જ. એટલે એમનામાં રહેલા ગુણે પ્રતિપ્રદને બદલે મધ્યસ્થભાવ રાખવાથી આત્માનું અહિત અધ:પતન થાય છે. સદ્દગુણ સિવાય સદગતિ કે શિવગતિ મળી શકતી નથી. અને સદગુણી પ્રત્યેના પ્રદ-હર્ષ વિના સદ્દગુણની પ્રાપ્તિ થઈ શકતી નથી. હકીકતમાં મંત્રી, પ્રમાદ, કરુણ અને માધ્યષ્ય આ ચારે ભાવની યથાસ્થાન પ્રવૃત્તિ એ જ સદગુણ-સાધનાની સચોટ પ્રક્રિયા છે. એના અભાવમાં દર્શની વૃદ્ધિ અને દુર્ગતિની પરંપરા જ સર્જાય છે. ગુણાધિક અને ઉપકારી છે. પ્રત્યેને માયસ્થભાવ તે આત્મા માટે અત્યંત અહિતકર છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy