________________
૬૩૧
ઉપયોગ-ઉપગ્રહ
# અને છેવોના ઔદયિક ભાવનો વિચાર કરવાથી તેમના દુઓ પ્રત્યે કરુણાભાવ અને પાપાચરણ પ્રત્યે માધ્યસ્થ ભાવ જગ જેઈએ.
આ રીતે જીવના વિવિધ ભાનું સ્વરૂપ વિચારવાથી તે-તે ભાવે પ્રત્યે આપણા હૃદયમાં મૈત્રી આદિ ભાવ પ્રગટે છે.
સર્વ છે સાથે જે પારિણામિક વગેરે ભાવોની અપેક્ષાએ શાશ્વત સંબંધ છે, એકવ છે, તેને વધુને વધુ આત્મસાત્ અને બુદ્ધિગમ્ય બનાવવો જોઈએ. | સર્વ જી સાથેના જીવત્વના સંબધને યાદ કરી અને એના દ્વારા સ્વ-પરના આત્માનું હિત સાધવા (હિતમાં નિમિત્ત બનવા) માટે જ સર્વ જી પ્રત્યે નેહભાવમૈત્રીભાવ ઉત્પન્ન કરવો જોઈએ. અને એમાં પણ ગુણાધિક જીવ પ્રત્યે પ્રમોદભાવ, દુખી પ્રત્યે કરુણાભાવ અને પાપી જી પ્રત્યે માધ્યસ્થભાવ કેળવી એ સ્નેહભાવને પરિપુષ્ટ બનાવવો જોઈએ.
સમસ્ત જીવરાશિ પ્રત્યે ઉપર જણાવેલા કમ મુજબ મૈત્રી આદિ ભાવે ભાવવામાં આવે તે જ સાધકની ધર્મસાધના ઔચિત્યમય અને વાસ્તવિક ફળ આપનારી બને છે.
ભાવનાના ક્રમ અને ઉત્કમથી હિતાહિત યોગશતક ગ્રન્થમાં પૂજ્ય શ્રી હરિભદ્રસરીશ્વરજી મહારાજે ફરમાવ્યું છે કે, ઉક્ત કમ મુજબ જે, જે-છ પ્રત્યે જેવા–જેવા પ્રકારને ભાવ કેળવવાને છે, તે ક્રમે જ એ ભાવનો વિનિયોગપ્રયોગ કરવામાં આવે, તે જ સર્વ જીવો સાથેનું ઔચિત્ય જાળવી શકાય છે. અન્યથા એ કમથી હટા કે આડા અવળા ક્રમે મૈત્રી આદિ ભાવે ભાવવામાં આવે, તે સાધકને પ્રગતિના બદલે અવગતિ કે સ્વ–પરના હિતના બદલે અહિત જ થાય છે.
ગુણાધિક છે પ્રત્યે પ્રમોદભાવને બદલે કરુણા કે માધ્યસ્થ, દુઃખી છ પ્રત્યે કરુણાને બદલે પ્રમોદ કે માયસ્થ તથા સર્વ જી પ્રત્યે મૈત્રીના બદલે કેવળ માધ્યસ્થભાવ કેળવવાથી સર્વ જી સાથેના જીવત્વના સંબંધ પ્રત્યે ઉદાસીન બનાય છે. અને તેથી ભયાનક આમ–અહિત થાય છે. માટે શાસ્ત્રોક્ત કામે સર્વ જીવો પ્રત્યે તે-તે પ્રકારના ભાવ કેળવી એને જીવનમાં જીવંત બનાવવા ઉદ્યમશીલ બનવું જરૂરી છે.
મૈત્રી આદિ ભા દ્વારા સર્વ જીવો સાથે ઉચિત વ્યવહારનું પાલન થવાથી પરસ્પરના હિતમાં નિમિત્ત બનાય છે. અને તેના વિના એટલે કે જી સાથેના સંબંધને તથા તેમના ઓચિત્યને જાણવામાં ન આવે કે જાણવા છતાં તેનું પાલન કરવામાં ન આવે, તે હિતને બદલે સ્વ–પરના અહિતમાં નિમિત્ત બનવાનું થાય છે.
* एसो चेवेत्थ कमो उचिय पविताएवण्णिमो साहु । - હાડરા તા તા કવિનિનોr li૮૦. (ગશતક)