SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ-ઉપગ્રહ ઉપયોગ–ઉપગ્રહ ઉપગ” જીવનું અંતરંગ લક્ષણ છે. ઉપગ્રહ જીવનું બહિરંગ લક્ષણ છે. “જીવ', ઉપગ વગરને ન જ હોય. જીવ-સ્વભાવ, અન્ય જીવોને ઉપગ્રહકારક થવાને છે. છેવત્વ જાતિની તુલ્યતાની અપેક્ષાએ જગતના બધા છે આપણા સગા છે. આત્મીય છે. જીવન એ બે લક્ષણ ઉપર વ્યાપક પ્રકાશ પાથરતા આ ચિંતનાત્મક લેખને ધીરજપૂર્વક વાંચવા વિચારવાથી, આપણને છલકનું યથાર્થ દર્શન કરાવનાર શ્રી જિનરાજ આપણને જરૂર ઈષ્ટતમ અને આરાયતમ લાગશે અને જીવ માત્રના હિતને વિચાર-વાણી તેમજ આચાર આપણા જીવનનું “જીવન” બની જશે. “પચીનો સ્ત્રા” અને “પરોવો જવાના” આ બંને સત્ર જીવન–અનુક્રમે અંતરંગ અને બહિરંગ લણણના હોતક છે. “ઉપર” એ જીવનું અંતરંગ લક્ષણ છે, એનાથી છવનું પોતાનું સ્વરૂપ કેવું છે ! એને બોધ થાય છે. “પગ્રહ’ એ જીવનું બહિરંગ લક્ષણ છે. એનાથી પ્રત્યેક જીવને, બીજા બધા જ સાથે શું સંબંધ છે ! તેને બંધ થાય છે. સંક્ષિપ્તમાં એમ કહી શકાય કે “ઉપયોગ” એ જીવનું સ્વરૂપ દર્શક લક્ષણ છે. અને “ઉપગ્રહ' એ સંબંધાઈક લક્ષણ છે. ચાહે નિગાહના છ હોય કે સિદ્ધના છ હોય, પણ ઉપયોગ એટલે જ્ઞાનદર્શનરૂપ છવને વ્યાપાર અને ‘ઉપગ્રહ' એટલે પરસ્પર એક-બીજ ના હિતાહિતમાં (અનુગ્રહ-ઉપઘાતમાં) નિમિત્તભૂત બનવું. આ બન્ને લક્ષણ પ્રત્યેક જીવમાં સદા વિદ્યમાન હોય છે. જેનામાં આ બે લક્ષણે ન હોય, તે જીવ નહિ પણ જડ છે. ચૈતન્યશક્તિના વિકાસના તારતમ્યને લઈને જેમ ઉપગમાં તારતમ્ય હોય છે, તેમ ઉપગ્રહમાં પણ તારતમ્ય હોઈ શકે છે, પરંતુ ઓછા-વત્તા અંશે આ બને ધર્મો સદા-સર્વા–સર્વત્ર સર્વ જીવમાં હોય છે. જગતમાં પિતા-પુત્રના, પતિ-પત્નીના, શત્રુ-મિત્રના, સ્વામી-સેવકના અને પૂજ્યપૂજકના એમ અનેક પ્રકારના લૌકિક અને લોકેત્તર સંબંધ તે પ્રસિદ્ધ છે જ. પરંત સર્વ જીવોને પરસ્પર જે સંબંધ છે, તેનું જ્ઞાન બહુ જ વિરલ વ્યક્તિઓને હોય છે. અને એ કાનને અનુરૂપ, સર્વ જીવો સાથે ઉચિત વ્યવહાર કરનારા મહાત્મા પુરુષે તે એનાથી પણ વિશ્વ હોય છે. આ. ૦૯
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy