SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આત્મ-ઉથાનનો પાયો વિચારોનો સંગ્રહ તે મન છે. વિચાર જ બહારથી આવેલી ધૂળની રજ છે. તેને બંધ કરે, તે પછી બાકી રહેલા નિર્દોષ ચૈતન્યનાં જ દર્શન થશે. - વિચાર છૂટ ઘણું મુશ્કેલ હોવા છતાં, સર્વથા અશક્ય નથી. મનને કુનેહપૂર્વક કેળવવાથી, શરૂઆતમાં શુભ વિચારમાં પ્રવર્તાવવાથી તે ધીમે ધીમે શુદ્ધત્વનું પક્ષકાર બનીને આખરે શાન્ત થઈ જાય છે. આત્મદર્શનની આત્માનુભૂતિની ખરેખરી તાલાવેલી જેમના હૃદયમાં જન્મે છે, તેઓ પોતાના મનને નિર્વિચાર કક્ષાએ પહોંચાડીને જ જપે છે. સ્કૂલમાંથી ચૂલમમાં, સૂમમાંથી સૂક્ષમતરમાં-એ કમે મન આત્મા કે જે સહમતમ છે તેમાં લય પામે છે અને પછી કેવળ આત્મા, અનુભવગોચર થાય છે. આ સાધના નવકાર મંત્રથી સુલભ બને છે. ચૈતન્ય દર્શન આવી પડેલાં કાર્યો રાની પુરુષ કરે છે, પણ સાક્ષી ભાવથી અને સર્વાત્મભાવથી રહે છે. મનમાં અભિનિવેશ ન હોવાથી કર્તા છતાં, અકર્તા તરીકે વર્તે છે. દર્પણ પદાર્થનું પ્રતિબિંબ ગ્રહણ કરે છે, પણ પોતે નિર્લેપ રહે છે, તેમ જ્ઞાની પુરુષે કર્તુત્વાભિમાન વડે લપાતા નથી. ચામડાના જેડા પહેરેલ માનવીને આખી પૃથ્વી ચામડાથી મઢાયેલી જણાય છે, તેમ બ્રહ્માનંદને આસ્વાદ જેણે લીધે છે, તેને સમસ્ત વિશ્વ બ્રહ્માનંદથી ભરપૂર જણાય છે. નિસ્પૃહ ચિત્તવાળાને ગેલેક્ય પણ તણખલા જેવું ભાસે છે. પરિપૂર્ણ સ્વરૂપને સતત વિચાર કરે, તેમાં નિષ્ઠા રાખે, તે વાસનાઓ પલાયન થઈ જશે. આપણા અસલ સ્વરૂપને જન્મ નથી, જરા નથી, મૃત્યુ પણ નથી. એ નિરાકાર, નિર્વિકાર, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. મનનું ક્ષેત્ર અમાપ વિસ્તારવાળો અને મોટા અવકાશવાળે એક દેશ છે, તેનું નામ મોક્ષ છે. તેમાં પરમાનંદ છે. સુખ-દુખના દ્વોને તેમાં સ્થાન નથી. તેને રાજા અનુપમ ઐશ્વર્યવાળો આત્મા છે. મંત્રી મન છે. સુવર્ણમાંથી જેમ અનેક અલંકાર અને કૃતિકામથી જેમ અનેક ભાજને બને છે, તેમ મનમાંથી જગત ઉત્પન્ન થાય છે અને પાછું મનમાં લીન થાય છે. મનને જીતવાને.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy