SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ પુરૂષાર્થવાદ શક્તિને સંપૂર્ણ અમલ પણ મનુષ્યભવમાં જ થઈ શકે છે. તેથી તે ભવ પ્રાપ્ત થયા પછી પણ આત્મા અર્થ અને કામના અનુરાગથી ન છૂટે અને તેના પ્રેમમાં પડી રહી અનેક પ્રકારનાં પાપોને આચરે, તેને જેવું અસમંજસ અને અઘટિત ચેણિત બીજું એક પણ ન હોઈ શકે. કામ પુરુષાર્થ કામ પુરૂષાર્થ એ જીવને સાક્ષાત્ સુખ આપનાર છે. અર્થ પુરૂષાર્થ એ કામ પુરૂષાર્થનું સાધન હોવાથી જીવને પરંપરાએ સુખને આપનાર થાય છે, તે પણ એ કામ પુરૂષાથજનિત સુખને જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે તે સુખ નહિ, પણ સુખના આભાસમાં છુપાયેલું ભયંકર કેટિનું દુખ જ છે, એમ લાગ્યા સિવાય હેત નથી. ખસને રેગી ખસને ખણીને જે સુખ ઉપાર્જન કરે છે, તે સુખની સ્થિતિ જેટલા કાળની છે, તથા તે સુખનું પરિણામ જેવા પ્રકારનું છે, તેટલી જ સ્થિતિ અને તેવા જ પરિણામવાળું કામજનિત સુખ છે. પાંચે ઈન્દ્રિયના વિષયના સેવનથી થનારૂં સુખ એ ક્ષણવાર રહેનારૂં અને દીવકાળના દાખને લાવનારું છે. એ વાતનો ઈન્કાર કેઈનાથી પણ થઈ શકે એમ નથી. અને એવા સુખને ઉપગ કરવાની ખાતર જ અર્થોપાર્જનનું કષ્ટ સહન કરવું એ પિતાના હાથે જ પિતાના માટે દુઃખને ઊંડે ખાડો ખોદવા જેવું છે. અર્થ પુરૂષાર્થ કોઈપણ વસ્તુની સારાસારતાને વિચાર કરવા માટે એનાં કારણ, સ્વરૂપ, વિષય, ફળ વિગેરે સઘળી બાજુઓને અવશ્ય જેવી જોઈએ. વધુ માત્રની અનંત અવસ્થાઓ હોય છે. જેમાંની કેટલીક મુખ્ય અવસ્થાઓની પેટા અવસ્થાઓ પણ અનેક પ્રકારની હોય છે. તે સર્વને કદાચ વિચાર ન થાય અને માત્ર મુખ્ય અવસ્થાઓને વિચાર થાય તે પણ વસ્તુના સ્વરૂપની પિછાણ થઈ શકે છે. અર્થની એ મુખ્ય અવસ્થાઓને વિચાર કરતાં એમાંની એક પણ અવસ્થા સ્વપરોપકારક સાબિત થતી નથી કિન્તુ સ્વ પર હિતેપઘાતક સાબિત થાય છે. અર્થના કારણ તરીકે સામાન્ય રીતે અસિ, મણિ, કૃષિના વ્યાપારે, વિવિધ પ્રકારનાં વાણિજ્ય અને શિલ્પ વિચિત્ર પ્રકારનાં ધાતુવાદ અને રસાયણે તથા સામ, દામ, દંડ, ભેદાદિ નીતિઓને ગણાવી શકાય. એમને કોઈપણ પ્રકાર એ નથી કે જેમાં હિંસાદિ પાપનું ઓછું વધતું સેવન ન હોય. કેઈને કોઈ પ્રકારના પાપ સેવન વિના લામીનું ઉપાર્જન થઈ શકતું નથી. હિસાવિ પાપનું આસેવન એ જીવની દુર્ગતિમ પરમ નિમિત્ત છે. આ થઈ અર્થના કા૨ણ (cause ) ની વિચારણા.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy