SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ પ્રકૃતિના પરિવત ના ૬૧ શ્રી પર્યુષણ પર્વના પ્રધાન કન્યા પાંચ છે. ૧. પહેલું કર્તવ્ય છે, ‘ અર્પાર પ્રવત`ન.’એના સામાન્ય અર્થ છે, જીવદયાનું પાલન કરવુ તેમજ કરાવવુ” એ અને રહસ્યાય છે, ‘સવ થી પ્રિય વસ્તુનું દાન કરવુ? એ સર્વાંથી પ્રિય વસ્તુના દાન દ્વારા એ પુરવાર કરી શકાય છે કે, પર્વાધિરાજ અમને સવથી અધિક પ્યારા છે.' 6 ૨. બીજું કર્તવ્ય છે ‘ સાધર્મિક વાત્સલ્ય' જેના સામાન્ય અર્થ છે, ‘ સાધર્મિક તરફ વાત્સલ્ય દાખવવુ‘' તે. અને રહસ્યા છે, ‘ શ્રી જિનાજ્ઞા-વત્સલતાને પાત્ર બનવુ’ એ. આજ્ઞાકારનું વાત્સલ્ય તેમની આજ્ઞા પ્રત્યે વાત્સલ્ય દર્શાવવા દ્વારા પામી શકાતું હોય છે. જેમાં સર્વ ધર્મના સમાવેશ થઈ જાય છે. ૩. ત્રીજું કતવ્ય છે, ‘ પરસ્પર ક્ષામણા' પરસ્પરને ત્રિવિધ ખમાવવા તે, જે ખમે તે નમે. જે ખમી શકે તે નમી શકે. જે ખમી શકે તે ખમાવી શકે. પાયાનું મહત્ત્વ ખમવામાં છે. પર્વાધિરાજની આરાધનાનું અમૃત રગેરગમાં પતિ ત્યારે થાય, કે જ્યારે આાધક આત્મા જગતના સર્વ જીવને ખમવા-ખમાવવાના પરિણામ વડે પૂરેપૂરા રંગાઈ જાય ! ૪. ચાક્ષુ' `વ્ય છે, ‘અઠ્ઠમના તપ' સળ`ગ ત્રણ ઉપવાસના આ તપ પાપ–પંકને શાષવામાં મધ્યાહ્નના સૂર્યનું કામ કરે છે. ૫. શ્રી પર્યુષણ પર્વનું પાંચમું કવ્ય, ચૈત્ય–પરિપાટી' છે. ચૈત્યપરિપાટી એટલે નિજ–નગર સ્થિત શ્રી જિનચૈત્યોને વિધિ-બહુમાન પૂર્ણાંક જુહારવાં! શ્રી જિનેશ્વર દેવને ભાવથી ભેટવાનું આ કતવ્ય પાપને ભેટવાની અધમ વૃત્તિને ખ ંખેરી નાખવામાં પ્રચ’ડ પવનનું કામ કરે છે. આ પાંચ કર્તવ્યાના પાલનથી દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મની આરાધનામાં અપૂર્વ વેગ આવે છે, અને શ્રી જિનાજ્ઞાના અમૃતને ઝીલવામાં આત્મા અપૂર્વ ઉચ્છ્વાસ દાખવતા થાય છે. சு મૂળ પ્રકૃતિના પરિવતના મનની ઈચ્છા સ્વ પ્રત્યેથી વાળીને સવ પ્રત્યે વાળવામાં આવે તેા, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, કામ-ક્રોધની વૃત્તિઓના અંત આવે છે. તેનું ઉત્પત્તિ-સ્થાન ‘ અસ્મિતા ’ હતું, તે રહેતું નથી. · અસ્મિતા ’નું પ્રથમ રૂપ ‘હું' રહેતું નથી. તેનું બીજું સ્વરૂપ ‘ અહંકાર, છે, તે પણ રહેતા નથી.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy