SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૫ મૃત્યુ મિત્ર છે આ શુભ કર્મનું શુભ ફળ આપણા ખાનામાં જમા થઈ જાય છે. ભવ, એ સાગર છે. મેક્ષ, એ ઘર છે. અને ધર્મ એ સંસાર સાગરને કિનારે છે. સમકિત સામાયિકને પરિણામ આવ્યા પછી જીવાદિની શ્રદ્ધામાં સ્થિર રહેવાય છે અને ધમ રૂપી કિનારા તરફ આગળ વધાય છે. અને ત્યાંથી વધુ આગળ વધતાં મેક્ષરૂપી ઘરમાં પ્રવેશતા અધિકારી બનાય છે. - 1 મૃત્યુ મિત્ર છે મૃત્યુ ભલે આવે, એ મિત્ર બનીને જ આવશે. અને આપણે મૈત્રીભર્યા ઉમળકાથી તેનું સ્વાગત કરવું જોઈએ. ઉત્તમ પુરુષ, સત્વવંત પુરુષો મૃત્યુને મિત્ર માને છે, પણ શત્રુ નહિ. મૃત્યુ અતિથિવિશેષ છે એમ માનીને તેનું હાર્દિક સ્વાગત કરે છે, પણ તિરસ્કાર નહિં. મૃત્યુ આપણને માન આપવા આવે છે. અપમાનિત કરવા નહિં. હોય છે તે સ્થાનથી ચઢીઆતા સ્થાને જનારને જતી વખતે અભિનંદન આપવા મૃત્યુ સદા તૈયાર રહે છે. , સદાચારસંપન્ન સત્ પુરુષે મૃત્યરૂપી મિત્રને આવકારે છે, કે જે મિત્ર તેમને વર્તમાન સ્થિતિમાંથી–સારી સ્થિતિમાં લઈ જવા માટે સદા ઝંખે છે. અસત્ પુરુષો મૃત્યુથી સદા ભય પામે છે. મૃત્યુને ભય તેને જ વિશેષ હોય છે, જેઓ નિશદિન પાપકર્મમાં આસક્ત રહે છે. ધર્મ કર્મમાં નિત્ય મગ્ન રહેનારા પુરુષોને મૃત્યુનો ભય મુદલ હોતું નથી. જે કદી મરતે નથી, તેની મહોબ્બતમાં મસ્ત મહાપુરુષ તે સદા, “અબ હમ અમર ભયે, ન મરેગે” ના મહાગાનમાં મશગૂલ રહે છે. સડવા–પડવાના સ્વભાવવાળા શરીરને જ વળગી રહેનારા, શરીરમાં જ જીવનારા, શરીર-સુખના દાસને જ “મૃત્યુ” શબ્દ મર્મસ્થાનના ઘા સમાન આકરો લાગે છે. મૃત્યુનું હાર્દિક સ્વાગત કરવાનું સરવા, જીવનની પ્રત્યેક પળને સ્વ-પ૨ કલ્યાણકર ધર્મારાધનામાં સદુપયોગ કરનારા જ કરી શકે છે. મળેલા જીવનને પરમજીવનની સાધનામાં એકાકાર બનાવવાથી મૃત્યુનો ભય સદંતર નાબૂદ થાય છે. કારણ કે એવા જીવનમાં સદેવ અમર આત્માનું પ્રભુત્વ હોય છે. આ ૭૪
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy