SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮. આત્મ-ઉત્થાનનો પાયો જ્યાં સુધી કોઈ પણ જડ વસ્તુની ક્રિયા અને રાગના વિકલ્પની ક્રિયાને જીવ એકાંતે પિતાની માને, ત્યાં સુધી તે સાચી સમજણના માર્ગે નથી. સર્વસાર નવકાર સમયસાર, સિદ્ધાન્તસાર, આગમસાર, - પૂર્વ અને દ્વાદશાંગને સાર શ્રી નવકાર અર્થાત્ શુદ્ધ આત્મા છે. રાગથી ભિન્ન થઈ જ્યારે જ્ઞાન સ્વસમ્મુખ બને છે અને અભેપણે જે શુદ્ધ અનુભવ થાય છે, તે જ સમયસાર છે. સ્વ તરફ રૂચિ થાય છે એટલે સંસાર રૂચિ ઊડી જાય છે. શ્રુતના અવલંબનથી જ્ઞાન સ્વભાવને નિર્ણય કરીને તે અનુસાર અનુભવ કરવો જોઈએ. - આત્માને નિર્ણય તે કારણ. અને આત્માને અનુભવ તે કાર્ય. જ્યાં સાચું કારણ મળે, ત્યાં સાચું કાર્ય થાય જ. ઈન્દ્રિયોના અવલંબને મતિજ્ઞાન પર-લક્ષે પ્રવર્તે છે, અર્થાત્ પ૨પતાર્થોને વિષયભૂત બનાવે છે. મનના અવલંબને શ્રુતજ્ઞાન નયપક્ષોના વિકલ્પોમાં ભટકે છે. તે બંનેને આંતર સ્વભાવ સન્મુખ કરી, એક જ્ઞાન સ્વભાવને લયમાં લઈ, તેમાં ઉપગ પ્રવર્તાવી નિર્વિકલ્પ થઈને શુદ્ધાત્માને અનુભવ કરવો તે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે. શુદ્ધસ્વભાવ એકરૂપ છે, અનાકુળ છે. વિશ્વમય હોવા છતાં વિશ્વથી પર છે. આત્મસ્વભાવ બધાથી જુદા અને ઉપર છે. વિજ્ઞાનઘન છે, વિકલ્પના પ્રવેશથી ૨હિત છે, પરમાત્મસ્વરૂપ છે. એ નિર્ણય અને અનુભવ એ સ્વધર્મ છે અને મોક્ષને અનન્ય ઉપાય છે. જ્ઞાન–વભાવી આત્મા તે શુદ્ધ નિશ્ચય છે. અને પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે શુદ્ધવ્યવહાર છે. તે વખતે આત્માને સહજ આનંદ સ્વભાવ પ્રગટ થાય છે. નિર્વિકપ થવાને પુરુષાર્થ તે ધર્મ છે. જ્ઞાન સ્વભાવની પકડથી જે જ્ઞાન થાય, તે સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શન એ કોઈ બાહ્ય વસ્તુ નથી, પણ સ્વાનુભવરૂપ પરિણમેલે આત્મા એ જ સમ્યજ્ઞાન-દર્શન છે. જ્ઞાન સ્વભાવના અનુભવથી જ આત્મહિત થાય છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે, એવું જ આપણું સ્વરૂપ છે. તેને આપણે ઓળખીએ તે જ પ્રભુતાની પ્રાપ્તિ થાય. શુદ્ધાત્માનું વેદન, જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, અનુભવ કે સાક્ષાત્કાર એ આત્મા જ છે. સિદ્ધપદ કે સાધુપ કે કેવળી તે આત્મા જ છે. મેક્ષમાર્ગ, આરાધના વગેરે આત્મામાં જ સમાય છે. એવી અનુભૂતિ એ સર્વ ધર્મનું મૂળ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy