SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ અનાહત ૫૬૮ જ્ઞાન અને દર્શન મનને નિર્મળ બનાવે છે. ચારિત્ર કાયાની સ્થિરતા પેદા કરે છે. ક્ષમાદિ ચાર મનને નિસ્તરંગ બનાવે છે. અહિંસાદિ પાંચ કાયાને સ્થિર કરે છે. પ્રવૃત્તિરૂપી ધર્મના અંગ દાન, શીલ, તપ અને ભાવ પણ અનુક્રમે તન, મન, ધનના સદુપગ રૂપ છે. તન વડે શીલ, મન વડે ભાવ અને ધન વડે દાન ધર્મ સધાય છે. તેમાં પણ પરિણામે મોહ-ક્ષણ રહિત આત્મ પરિણામ પ્રગટ થાય છે. ધર્મના દેવપૂજા ગુરુઉપાસના અને સ્વાધ્યાયાદિ અંગે પણ મહાભ રહિત આત્મ પરિણામ પેદા કરવાનાં સાધન છે. ચતુર્થગુણસ્થાનકથી માંડીને ચતુર્દશ ગુણસ્થાન સુધીના ગુણસ્થાનકે અનુક્રમે મેહક્ષેશ રહિત આત્મઅવસ્થાના દર્શક છે. નમસ્કાર મહામંત્રના માનસ જાપ વડે તે કાર્ય સરળ૫ણે સધાતું હોવાથી તેને સવળા કૃતનાં સારા અને સઘળા ધર્મોને અર્ક કહ્યો છે, તે યથાર્થ છે અને તેની ઉપાસના વડે ભવ વિષયક સર્વ વાસનાઓનો સમૂળ ક્ષય થાય છે. અનાહત ૧. શ્રી સિદ્ધચકનું બીજ “અ” તેની સાથે “અનાહત' એ “સમ્યગ્દર્શન અને વિનય સમાધિનું બીજ છે. ૨. અણવર્ગની સાથે તે અનાહત સમ્યજ્ઞાન અને શ્રુત-સમાધિનું બીજ છે. ૩. અડતાળીસ લબ્ધિ પદના મધ્યમાં આઠ અનાહતેનું આલંબન સમ્યફ ચારિત્ર અને શીલ-સમાધિ તથા તપ-સમાધિનું બીજ છે. ૪. અહ, અષવર્ગ કે ૪૮ લબ્ધિઓ અને અનાહતનું મૂળ પણ છે અને ફળ પણ છે. કોઈ પણ અનાહત દ્વારા જ ફળે છે. ૫. અનામત શુદ્ધ વનિરૂપ, શુદ્ધ સમતારૂપ અથવા શુદ્ધ સમાધિરૂપ છે. ૬. ધ્યાન દ્વારા થતી ઉત્તરોત્તર વિશુદ્ધિ અક્ષર કે શબ્દ દ્વારા કહી શકાતી નથી, કિનતુ અનાહત દ્વારા આલેખી શકાય છે. ૭. “અનાહતનું ઉચ્ચારણ અને આલેખન એ અનક્ષર ઋતને જ એક પ્રકાર છે. તેનું સ્મરણ, ચિંતન અને ધ્યાન એ અત્યંતર તપને જ એક પ્રકાર છે. આ. ૭૨
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy