SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ મને નિગ્રહ ૫૬૭ મનો નિગ્રહ મનન, ચિંતન, ભાવના અને સ્વાધ્યાય આદિમાં મનની પ્રધાનતા છે. ઊઠવું, બેસવું, જવું, આવવું, બોલવું, ચાલવું, ખાવું, પીવું, દેખવું, સાંભળવું એ ક્રિયાઓમાં ઈન્દ્રિયની સહાયની મુખ્યતા છે. મનને યથેચ્છ વર્તવા દેવું અને ઈનિદ્રયો પર કાબૂ રહે એ અશકય છે. બધા ઉપદ્રવનું મૂળ નિરંકુશ મન છે. વૃક્ષની ડાળી તેવાથી વૃક્ષ નષ્ટ નથી થતું પણ તેના મૂળને નષ્ટ કરવાથી વૃક્ષ આપોઆપ નષ્ટ થતું જાય છે. રાજ વશમાં આવ્યા પછી તેની સેના આપોઆપ વશ થઈ જાય છે, તેના માટે સવતંત્ર પ્રયત્નની આવશ્યક્તા રહેતી નથી, તે જ રીતે મનને વશ કરવાથી ઈન્દ્રિય આપોઆપ કાબૂમાં આવી જાય છે. મનુષ્યમાં બે પ્રકારની શક્તિ છે. એક ઉન્નતિના શિખર પર લઈ જાય છે, બીજી અવનતિની ખીણમાં નાંખી દે છે. કાચા પાશ નુકસાન કરે પણ શુદ્ધ થયેલ હોય તે રસાયણ બને છે. ઘેડે અસવાસ્ના કાબૂમાં હોય તે ઈષ્ટ સ્થળે પહોચાડે છે. ઘેડાના કાબૂમાં અસ્વાર હોય તે ખાડામાં પટકાય છે. નિરંકુશ મન બે લગામ ઘેડાની જેમ જીવને જ્યાં-ત્યાં ભટકાવી દે છે. મનને અંકુશમાં લેવા માટે પ્રારંભથી જ પ્રયત્ન જરૂરી છે. પ્રયત્નથી જે મન મિત્ર બની શકે છે, તે જ મન પ્રમાઇથી શત્રુ બને છે. વિદ્યુતની ગતિથી પણ શીઘ ગતિવાળા મનને અંકુશમાં લાવવા માટે સૌથી અધિક પ્રયત્નની આવશયકતા છે. એ પ્રયત્ન તે યુગ યુક્તિ છે. ભયંકર જંગલી પશુઓને વશ કરવાની જેટલી આવશયકતા છે, તેના કરતાં અધિક આવશ્યક્તા જ્યાં-ત્યાં વિનાશ વેરતા સ્વી મનને વશ કરવાની છે. વિશ્વના ચિંતનથી પહેલાં તેને વિરત કરવું જોઈએ અને શુભચિંતનમાં જોડવું જોઈએ. તત્ત્વ વિચારરૂપી થઇ સાથે તેને બાંધી શુદ્ધિરૂપી અંકુશ દ્વારા તેને વશ કરવું જોઈએ. અભ્યાસ દ્વારા મન વશ થાય છે અને વૈરાગ્ય દ્વારા તે શાન્ત, સ્વચ્છ અને નિર્મળ થાય છે. ત્યાગ ઇન્દ્રિયો દ્વારા થાય છે અને વૈરાગ્ય મન દ્વારા થાય છે. મન, બુદ્ધિ, હદય અને તે દ્વારા થતી સમજશક્તિ એ મનુષ્યની બહુ મૂલ્ય મૂડી છે. તેને ઉપયોગ ત્યાગ અને વૈરાગ્ય માટે કરવો જોઈએ. પાત્રનું ગંગાજળ અને ગંગાનું ગંગાજળ બંને એક જ છે. અગ્નિમાંથી નીકળેલી ચિનગારી પણ અગ્નિસ્વરૂપ જ છે. જીવ નાનું પાત્ર છે માટે તેની શક્તિ મર્યાદિત દેખાય છે, પણ તેમાં રહેલી ચેતના તે ઈશ્વર સ્વરૂપ જ છે. ઈશ્વરની જ ચિનગારી છે. તેના ઉપરના આવરણને દૂર કરી તેને સર્વજ્ઞ બનાવી શકાય છે. મનના સંયમથી તે કાર્ય
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy