SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ મંગ, મતિ અને આના ૫૫૧ પૂજા વખતે પ્રણિધાન મતિના દર્શન વખતે ચતુર્વિધ શ્રી સંઘની પ્રત્યેક વ્યક્તિ, ચતુર્વિધ શ્રી સંઘ વતી દર્શનાદિ કરે છે તેને લાભ ચતુવિધ શ્રી સંઘને નિરંતર મળે છે. તેનું કારણ અમારા વતી દર્શનાદિ કરજે” એવી પરસ્પરને કહેવાની સમાચારી સાધુ શ્રાવકની કહેલી છે. એ સમાચારના બળથી સાધુ-શ્રાવકના શુદ્ધ આત્માનું પ્રણિધાન દર્શનાદિ વડે નિત્ય થતું હોય છે. તેનાથી ચતુવિધ શ્રી સંઘનું સૌભાગ્ય વધતું રહે છે. ભાવઆરોગ્ય, ધતિ, મતિ, કીતિ, બુદ્ધિ, લક્ષમી, મેધાદિની નિત્ય વૃદ્ધિ થાય છે. પુત્ર, મિત્ર, ગોત્ર, કલત્ર અને સર્વત્ર લેકમાં શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ થયા કરે છે. શાતિ એટલે કલેશની નિવૃત્તિ, તુષ્ટિ એટલે સંતોષવૃત્તિ, પુષ્ટિ એટલે સંતાદિજનિત સુખની વૃદ્ધિ. પ્રતિષ્ઠિત મૂર્તિની પૂજાનું આ મહત્વ હેવાથી પ્રતિષ્ઠા મહોત્સવાહિની ઉજવણીમાં ઉલાસની વૃદ્ધિ સ્વાભાવિક બને છે. સર્વના સુખની વૃદ્ધિ થાય તેવા અનુષ્ઠાનમાં પ્રસન્નતા વધે જ. મંત્ર, મૂતિ અને આજ્ઞા શબ્દ વડે વ્યક્ત થતે અભેદ તે મંત્ર છે. સ્થાપના (આકૃતિ) વડે અભિવ્યક્ત થતે અભેદ કે મૂર્તિ છે. આજ્ઞાપાલન વડે પ્રગટતે અભેદ તે આજ્ઞા–આપ્તવચનનું અનુસરણ છે. એકમાં વાગ્ય–વાચક સંબંધ, બીજામાં સ્થાપ્ય–સ્થાપક સંબંધ અને ત્રીજામાં કાર્યકારક સંબંધ પ્રધાનપણે પિતાનું કાર્ય કરે છે. મંત્રમાં સકળ શ્રી સંઘની સમાપત્તિ વાચક્તા સંબંધથી રહેલી છે. મૂર્તિમાં તે જ સમાપત્તિ સ્થાપકતા સંબંધથી રહેલી છે અને આપ્તવચનમાં તે સમાપત્તિ, કારણના સંબંધથી રહેલી છે. સ્વ-નિરૂપક વાગ્યાલંબન સંબંધથી સમાપત્તિ મંત્રમાં રહેલ મંત્રત્વની જનની છે. સ્વ–નિરૂપક સ્થાપ્યાલંબનત્વ સંબંધથી સમાપતિ મૂર્તિમાં પ્રતિષ્ઠિતવ વ્યવહારની ઉત્પાદક છે. -નિરૂપક ભાવાલંબનત્વ સંબંધથી સમાપત્તિ આપ્તવચનના અનુસરણમાં, દ્રવ્યાજ્ઞાપાલનત્વ વ્યવહારની ઉત્પાદક છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy