SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિ અને મંત્ર ૫૪૫ સુરતા થતાં આત્માની સુરત પમાય છે, વિરકતતા સહજ બને છે, અન્યત્ર નામ માત્ર રતિ રહેતી નથી. એટલે સર્વ વિરતિનાં પરિણામ જાગે છે. સુરતાનું અંજન એટલે શ્રી નવકારનું સમરણ-શરણ મનનયાન. જ્યારે જગતને કોઈ પદાર્થ આપણને અજી ન શકે ત્યારે માનવું કે આપણને સુરતા લાગુ પડી છે. વાત્મસત્તા પ્રાપ્ત થઈ છે. મૂર્તિ અને મંત્ર સઘળાં દુઃખનું મૂળ જે આત્મ-અજ્ઞાન અને સઘળાં સુખનું મૂળ જે આત્મજ્ઞાન, તે અનુક્રમે ટાળવા અને આપવા માટે જ જિનભૂતિ અને જિન-આગમનનું અસ્તિત્વ છે. આગમથી આત્મ-અજ્ઞાન ટળે છે. મૂર્તિથી આત્મજ્ઞાન મળે છે. આગમના ઉપદેશક શ્રી તીર્થકર, ગણધરે છે. તેથી શ્રી તીર્થકર, ગણધરોનું અસ્તિત્વ પણ આત્મજ્ઞાન માટે છે. શ્રી તીર્થકર, ગણધરોની ઉત્પત્તિ પણ સિદ્ધપણાનું અસ્તિત્વ છે, તેથી છે. સિદ્ધગતિને માર્ગ બતાવવા માટે અને સિદ્ધગતિ પામવા માટે જ તેમને પ્રકાશ છે. તેથી પરંપરાએ સિદ્ધ પરમાત્મા જ સવને ઉપકારક છે. સિદ્ધ પરમાત્મા અનાદિ અનંત છે અને તેમનું અસ્તિત્વ જીવોને નિગદમાંથી બહાર કાઢવાથી માંડીને સિદ્ધ પદ સુધી પહોંચાડવા માટે સતત ક્રિયાશીલ છે. અદિયપદ હોવા છતાં, ક્રિયામાત્રનું પ્રયજક સિદ્ધ પદ છે, એ એક કોયડો છે. બધાને હેતુ આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન થવાના વિવિધ ઉપાયે અને વિવિધ કારણોને સંગ્રહ તે જૈનશાસન છે. તેમાં મૂર્તિ અને મંત્ર મુખ્ય છે. શીધ્રપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનાં તે સર્વોત્તમ સાધન છે. કેમ કે તે બંનેમાં આત્મજ્ઞાની મહાપુરુષોનું પૂજન, સ્મર, ધ્યાન અને તે દ્વારા આત્મજ્ઞાનની સિદ્ધિ રહેલી છે. આગમ આપ્તવચનરૂપ છે. તે બંનેના મહત્વને બતાવે છે અને ચતુર્વિધ શ્રી સંઘમાં ઉપદેશ દ્વારા એકવાક્યતા જાળવી રાખે છે. યોગના અંગ પદસ્થ ધ્યાનનું મૂળ, મંત્ર છે. રૂપસ્થ યાનનું મૂળ મૂર્તિ છે. મંત્ર જિલ્લાથી જપાય છે. મૂતિ ચક્ષુથી જોવાય છે. જિહા દ્વારા થતાં મંત્રજાપ વડે અને ચક્ષુ દ્વારા થતાં મૂર્તિનાં દર્શન વડે ગનાં આઠે અંગેનું સેવન થાય છે. આ ૬૯
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy