SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ નાદ ૫૪૧ દીપકમાં માટી અને જતિ બને છે. માટી પર ધ્યાન આપવાથી અંધકાર મળે છે; જ્યોતિ પર ધ્યાન ઠેરવવાથી પ્રકાશ મળે છે. આ જ નિયમ દેહદષ્ટિ અને આત્મદષ્ટિને પણ લાગુ પડે છે. દેહભાવમાં આસક્ત રહે છે તે સંસારમાં રખડે છે. આત્મદષ્ટિવંત શીવ્ર કર્મમુક્ત બને છે. સ્મરણની જ્ઞાનની ઉપલબ્ધિ એ જ પ્રભુની ઉપલબ્ધિ છે. બે અવસ્થાઓ નાદ અને શાંતિ નાદને જેટલું મહિમા છે, તેટલો જ નાદ પછી પથરાતી શાતિને મહિમા છે. જ્યાં કદી કઈ અવાજ પ્રકટ જ ન હય, એવા સ્થળની શાનિ કરતાં, અવાજ પછીની શાતિ અને ખી હોય છે. પહેલાં જ્યાં અવકાશ હોય છે, ત્યાં શબ્દ થયા પછી શબ્દને અવનિ વિલીન થયા પછી મૌન સ્થપાય છે. મૌનમાં આગળ બોલાયેલા શબ્દો અને અવનિ વિના પણ સૂક્ષમ રીતે તરી રહ્યા હોય છે. કોઈ માણસના ચહેરા પરના વિષાદમાં આગળ બનેલી ઘટનાઓની અસર જોઈ શકીએ છીએ. જેમ નાદ શમ્યા પછી એના ધ્વનિ પછીનું મૌન હોય છે, તેમ કવિ નથી હોતે ત્યારે પણ એની કવિતા રહેતી હોય છે. એ કવિતાને મહિમા ઘણું જ હોય છે. ' શબ્દની જેમ ધ્યાન પછીનું મૌન અને ધ્યાન પહેલાંનું મૌન એ બે વચ્ચે ઘણું અંતર છે. ધ્યાન દ્વારા નવપદમય કે પંચપરમેષ્ઠિમય આત્મા બન્યા પછી જે આત્મસ્વરૂપમાં લીનતા આવે છે, તે પહેલાં ન જ આવે–નથી આવતી એ રીતે સામાયિકમય બને આત્મા જે રીતે સામાયિક સ્વરૂપ બને, તે રીતે પહેલાં ન જ બને. જાવા સામા સવા સામાચરણ ગઢે” એ બે સૂત્ર દ્વારા જ સામાયિકને અર્થ એ મળીને આત્મા થાય છે, એમ કહેવું છે. એકલે “નાથા સામાd' નહિ પણ સામાયિક અર્થોની અપેક્ષા રાખીને આત્માને સામાયિક કહેલ છે. તેમ આત્મામાં નવપદ કે પંચપરમેષ્ઠિ–એ નવપદ કે પરમેષ્ઠિપદના ધ્યાનમાં લીન થનારની અપેક્ષાએ સમજવાં, કેવળ આત્મામાં નહિ. નવપદ કે પંચ પરમેષ્ઠિમાં તન્મય બનેલે આત્મા. પિતે નવપદ અને પંચપરમેષ્ઠિમય બને છે અને તે આત્મા મંગળરૂપ બનીને કર્મક્ષય અને પાપક્ષયનો હેતુ બને છે, એમ સમજવું જોઈએ. આ સ્પષ્ટતા એટલા માટે જરૂરી છે કે સાધના દ્વારા સિદ્ધિને સિદ્ધાન્ત કેટલે પ્રમાણભૂત છે, તે બરાબર સમજાઈ જાય અને એકાન્ત નિશ્ચયને દુરાગ્રહ છૂટી જય.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy