SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૯ શ્રી ગૌતમસ્વામીજીનું ધ્યાન પદસ્થ ધ્યાનમાં પ્રભુજીનું “નામ” એ કયેય છે. રૂપસ્થ દયાનમાં પ્રભુની “આકૃતિ” એ દયેય છે. અને રૂપાતીત ધ્યાનમાં પ્રભુજીને “શુદ્ધ આત્મા” એ દયેય છે. એ ચારે દયેયમાં એક જ પરમાત્મ તત્ત્વની મુખ્યતા છે. પદસ્થ ધ્યાનમાં ‘પદ” એટલે કૈવલ્યાદિ પદને પામેલા શ્રી તીર્થંકરાદિ અથવા પદ” એટલે આગમાદિની વચન પંક્તિઓ, તેનું ધ્યાન તે પણ પદસ્થ ધ્યાન કહેવાય છે. રૂપાતીત ધ્યાન એ મુખ્યતાએ ધર્મધ્યાન છે અને ગૌણતાએ શુલ ધ્યાન છે. પિંડ એટલે શરીર, પ્રભુજીના જીવ સહિત શરીરના આલંબનથી થતું ધ્યાન, તે પિંડસ્થ ધ્યાન છે અથવા પિંડ એટલે ધ્યાતાનું શરીર તેમાં રહેલું (પિતાના શરીરની અંદર) નાભિ વગેરે સ્થળોએ કમલાદિ ચિંતવી, જે થાન થાય તે પિંડસ્થ દયેયનું દયાન છે. પોતાના શરીરમાં પિતાના આત્માનું અથવા નવપદાદિનું ધ્યાન, તે પણ પિંડસ્થ ધ્યાન છે. સિદ્ધાન્તમાં કહેલાં પવિત્ર પદે કે મંત્રપદનું આલંબન કરીને ધ્યાન કરાય અથવા શ્રી જિનેશ્વરદેવ અને આચાર્યાદિ વગેરે દયેય વસ્તુઓ ઉપર ચિત્તને એકાગ્ર કરાય અર્થાત પઢવાઅરિહંતાદિ પદેને દયેય બનાવીને ધ્યાન કરાય તે પણ પદસ્થ ધ્યાન છે. યાકારે યાતાની પરિણતિ માટે આ સર્વ પ્રકારનાં ધ્યાન, એકસરખાં ઉપકારક છે. મૂળ મુદ્દો, પિતાની સમગ્રતાને આત્મામાં ઢાળવી તે છે. i શ્રી ગૌતમસ્વામીજીનું ધ્યાન શ્રી ગૌતમસ્વામીજીનું સ્થાન, સર્વાભિષ્ટ વસ્તુને આપનાર કહ્યું છે, તેનું કારણ તેમના ધ્યાનનું સ્થાન છે. જે આદરથી–અહોભાવપૂર્વક તેમણે શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન કર્યું હતું, તે ધ્યાનનું ધ્યાન સર્વાભિષ્ટપ્રદ છે. શ્રી અરિહંતનું ધ્યાન તે કવચિત્ અભવ્યને પણ સંભવે છે, પરંતુ શ્રી અરિહંતના ધ્યાનનું ધ્યાન તે નિયમા ભવ્યને જ હોય. શ્રી ગૌતમસ્વામીજીનું ધ્યાન તે શ્રી અરિહંતના ધ્યાનનું ધ્યાન કરનાર જીવનું ધ્યાન છે. પૂર્ણ, શિવંકર, પરમ વિશુદ્ધ પરમાત્માના ધ્યાનનું ધ્યાન, પરિપૂર્ણ શરણાગતિ પછી જન્મે છે. જેને જીવંત ઝળહળાટ શ્રી ગૌતમસ્વામીજીના શ્રી મહાવીરમય જીવનના અણુએ અણુમાં હતે. આવા ધ્યાનની ભૂમિકા, સમર્પણ ગની સાધના સુદઢ થતાં બંધાય છે. ;
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy