SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની એકતા ૨૧ ભિન્ન-ભિન્ન વિષયનું જ્ઞાન કરવાના સાધનોની જેમ જરૂર છે, તેમ નિર્વિષય તાવિક જ્ઞાન અને તેનાં સાધન તત્ત્વજ્ઞાની, વીતરાગ મહાત્મા પુરૂષોની અને તેનાં સ્થાનોની આવશ્યકતા છે. શરીરની અંદર રહેલ તત્વનું જ્ઞાન તે અધ્યાત્મ. બ્રહ્માંડની સંચાલન પ્રક્રિયાઓનું જ્ઞાન તે આધિદૈવિક જ્ઞાન. ભોતિક વસ્તુઓનું જ્ઞાન તે આધિભૌતિક જ્ઞાન. સર્વથી વિલક્ષણ અદ્વિતીય આત્માનું જ્ઞાન તે પરમાર્થ જ્ઞાન. આત્મા આનંદ સ્વરૂપ છે. પોતાની જાત પ્રત્યે અનવરત પ્રેમ એ તેનું લક્ષણ છે. દુઃખ-દ્વેષ, સુખ-રાગ સર્વ સાધારણ છે. દુઃખ વિજાતીય છે. કેમકે તે શરીરમાં પેઠેલા કાંટા કે આંખમાં દાખલ થયેલા તણખલાની જેમ સદા ખટકે છે. તેથી કેઈને દુઃખ દેવું નહિ, અને પોતે દુઃખી થવુ અને બીજાને સુખી કરવા એ બીજે ધર્મ છે. જ્ઞાન, ધ્યાન, ભગવબેમ, ધર્માચરણ, ગીત, નૃત્ય, વાજિંત્ર, તપ-ત્યાગ વગેરે સુખનાં સાધન અનેક છે. સુખ એ આત્મધર્મ છે તેથી તે માટે જે-જે સદઉપાય મળે તે બધા ગ્રાહ્ય છે, સ્વીકાર્ય છે. આત્મા અય છે. તેથી ભેદભાવ કરવાં-કરાવવાં તે અધર્મ છે. સર્વમાં એક અને એકમાં સર્વને જોવા તે ધર્મ છે. અભેદ ભાવના ભાવવાથી ભય, અરતિ, શાક, અભિમાન, રાગદ્વેષાદિ વૃત્તિઓ વિલિન થઈ જાય છે. આવી વિચારણા મહામૂલ્યવાન નહિં, ૫ણુ અણુમેલ છે. તેમાં આત્માનું અમરગાન છે. આત્માના ગુણનું અપૂર્વ ધ્યાન છે. આત્માની એકતા ધર્મ જગનાથને ધર્મ શુચિ ગાઈએ, આપણે આત્મા તેહ ભાવીએ. આ કડીમાં “તુલ્યતા બતાવી છે. જારિત સિદ્ધરાવો તાત્તિ સારો હોદ નાનીવાળું ! –(સિદ્ધ પ્રાકૃતિકા) નવો નવત્વાવસ્થઃ સિદ્ધ તિ(તત્વાર્થવૃત્તિ.) જાતિ જસુ એક્તા તેહ પલટે નહિ શુદ્ધ ગુથ પજાજવા વસ્તુ સત્તામયી” આ પંક્તિથી પ્રભુ સાથે એકતાનું ભાવન બતાવેલ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy