SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ સમાપત્તિયોગ ૫૨૫ દેહ, દેહનું નામ, દેહનું રૂપ અને દેહના ગુણેને અભ્યાસ તેડવા માટે પ્રભુનું સ્મરણ સબળ ઉપાય છે. પિતાના પિંડનું, રૂપનું, નામ કે ગુણનું સ્મરણ આરં–રૌદ્રધ્યાન કરાવે છે. પ્રભુનાં નામ, દેહ, રૂપ અને ગુણનું સ્મરણ ધર્મધ્યાન અને ફલધ્યાનનું કારણ બને છે. તેમાં પણ નામ અને પિંડના સ્મરણ કરતાં રૂપ અને ગુણનું સમરણ પ્રબળ ધ્યાન ઉત્પન્ન કરે છે. સમાપત્તિયાગ અરિહંતાકાર ઉપયોગમાં ઉપયોગના વિષયભૂત અરિહંત દયેય છે. ઉપગવાન જીવ ધ્યાતા છે. અને ઉપગ કિયા એ ધ્યાન છે. યેયમાં ધ્યાતાને ઉપગ એ જ ધ્યાન છે. ધ્યાન સમયે ધ્યાતા, યેય અને ધ્યાન એ ત્રણેની એક્તા થાય છે. તેનું જ નામ સમાપત્તિ છે. અરિહતના ઉપગમાં વર્તતે જીવ અરિહંત સ્વરૂપ બને છે. તેને અર્થ પણ એ જ છે. ઉપયોગ એ આગમ છે. તેમાં વર્તવું તે ભાવ છે. આગમથી ભાવ નિક્ષેપે અરિહંત તે અરિહંતના ઉપયોગમાં વતે જીવ છે. કેમ કે તે વખતે પણ સાતા, ય અને જ્ઞાન, ત્રણેની એક્તા થાય છે. એકતા, સમાપતિ, સમરસાપત્તિ વગેરે એક અર્થને કહેનારા શબ્દો છે. ધ્યાતા, દયેય અને ધ્યાનની એકતા દ્વારા થતે તીવ્ર ઉપયોગ અને તે ઉપયોગ દ્વારા થતાં સ્પષ્ટ જ્ઞાનમાં પણ જ્ઞાતા,ય અને જ્ઞાન-એ ત્રણેની એક્તા સધાય છે. તેથી જીવ અરિહંતના ઉપયોગમાં જેટલી વાર રહે છે, તેટલી વાર તે અરિહંત સ્વરૂપ બને છે. તે ઉપગ ભાવ સંવરરૂપ હોવાથી અત્યંત ઉપાદેય છે. અરિહંતાકાર ઉપગ અભવ્યને પણ સંભવે છે. છતાં તેને તે ઉપયોગ મોક્ષસાઘક બનતું નથી. તેનું કારણ તેનું જ્ઞાન ધ્યાનમાં પરિણત નથી થતું તે છે. તેને વિષયની સમાપત્તિ હોય છે, પણ આત્માની સમાપત્તિ થતી નથી. વિષયની સમાપત્તિ આગમથી ભાવ નિક્ષેપરૂપ બને છે, પણ આત્માની સમાપત્તિ તાત્વિક ભાવરૂપ છે. આત્મદ્રવ્યનું તે ભાવરૂપ પરિણમન છે. દ્રવ્ય-ગુણ પર્યાયથી સમરસાપત્તિરૂપી સમાપત્તિ ભવ્યને જ થાય છે. મિથ્યાદષ્ટિ અભવ્યને નહિ. તવથી આત્મા પોતે જ પરમાત્મસ્વરૂપ છે, એવી શ્રદ્ધા, જ્ઞાન અને પરિણતિ અભવ્યને અસંભવિત છે. જ્યારે ભવ્યની સમાપત્તિ ધ્યાતા, યેય અને ધ્યાનની એકાગ્રતા વડે એકતારૂપ બની મુક્તિનું કારણ થાય છે. આમ અરિહંતાકાર ઉપગ તાવિક સમાપત્તિરૂપ બનીને ભવ્યને મુક્તિદાયક નીવડે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy