SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનના પાયા શ્રી સંઘ એ શ્રી અરિહંતાદિ ઉત્તમ પુરુષરત્નાની ખાણ છે, તેથી તીર્થંકરાને પણ પૂજય છે. સમવસરણમાં બિરાજમાન થતી વખતે શ્રી તીર્થકર પરમાત્માએ પણ ‘નમાતિસ્થમ્સ ’ પદના ઉચ્ચાર કરવાપૂર્વક તીને અર્થાત્ ચતુર્વિધ શ્રી સધને નમસ્કાર કરે છે. ચતુર્વિધ શ્રી સંઘ એ તીથ છે. તીને સ્થાપનારા શ્રી તીથ કર દેવા છે, તેઓ પણ તીને નમે છે. પરર નિરાશ'સભાવે કરેલી તીથ શક્તિ જ તીથંકર પદ પ્રાપ્ત કરાવે છે. શ્રી ઉપદેશપદ્માદ્વિ મહાગ્ર'થામાં કહ્યું છે કે જે આરાધક આશંસા રહિત બની ચૈત્ય, કુલ, ગણ કે સંઘની ભક્તિ કરે છે, તે પ્રત્યેક બુદ્ધ, ગણધરપદ અને યાવત્ શ્રી તીથકર પદને પામે છે. ભાવ–નિક્ષેપે થતી શ્રી અરિહંતની ભક્તિ સમવસરણમાં બિરાજમાન થઈ ધમ દેશના દેનાર, વિચરતા શ્રી જિનેશ્વરદેવ “ નાઆગમ ” થી ભાવનિક્ષેપે અરિહ ંત સ્વરૂપ છે. વર્તમાન કાળે, શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમ"ધરસ્વામી આદિ વીસ વિહરમાન શ્રી જિનેશ્વરદેવા ભાવ-અરિહંત કહેવાય છે. તે ભાવ-અરિહંતના ધ્યાનમાં તન્મય બનેલા યાતા પણુ અરિહંતના ઉપયોગમાં ઉપર્યુક્ત હાવાથી તે સમયે તે ‘આગમ' થી ભાવ-અરિહંત કહેવાય છે, કેમ કે તે સમયે તેના હૃદયમાં અરિહંતના ભાવ વર્તે છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યની વૃત્તિમાં કહ્યું છે કે, નામાદિ ભેથી આચાર્ય ચાર પ્રકારના છે. તેમાં આચાર્યના ઉપયાગરૂપ જે ભાવાચાર્ય છે, તે તે શિષ્યના મનમાં વર્તે છે, માટે ગુરુના વિરહ સિદ્ધ થતા નથી. એ જ રીતે સાક્ષાત્ શ્રી અરિહંત ભગવ ́તના વિરહમાં પણ, શ્રી અરિહંત પરમાત્માના ગુણામાં ઉપયોગવાળા સાધકના દેહમાં ઉપચાગરૂપે ભાવ-અરિહંત વર્તે છે, તેથી શ્રી અરિહ'ત પરમાત્માના વિરહ સાધકને હાતે નથી. વળી ભાવપણે સર્વ જીવા સમાન છે. સર્વ જીવાની સત્તા શુદ્ધ સંગ્રહનયથી સિદ્ધ સમાન છે. આત્મત્વ જાતિ એક જ છે. શુદ્ધ ગુણ-પર્યાયમયી આત્મસત્તા પલટાઇને કોઇ કાળે પણ અનાત્મસ્વરૂપ-અચેતન બનતી નથી, એટલે ચેતનાની અપેક્ષાએ જીવાના એક જ ભેદ છે. સ'સારી જીવેાની શુદ્ધ આત્મસત્તા, ક્રમથી આવૃત હવા છતાં આઠ રુચક પ્રદેશાની અપેક્ષાએ સદા નિરાવરણ છે; તેથી સાધક જ્યારે ભાવ-અરિહંતના ધ્યાનમાં પેાતાની મનેાવૃત્તિઓને તદાકાર બનાવે છે, ત્યારે પેતે પરમાત્મા સ્વરૂપે પરિણમે છે. કહ્યું છે કે,
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy