________________
નિજ ગુણ રિયરતારૂપ ચારિત્ર
દ્રવ્યાનુયોગ વડે આત્માના શુદ્ધ સવરૂપની ઓળખાણ થાય છે અને ગણિતાનુયોગવડે ભવભ્રમણને, ચાર ગતિ, પાંચ જાતિ, ૮૪ લાખ જીવનિ વગેરેને ખ્યાલ આવે છે, સિદ્ધિસ્થાન અને ભવભ્રમણને વિચાર કરી શકાય છે.
ધમનું પ્રત્યક્ષ દર્શન સવજ્ઞ ભગવતે જ કરી શકે છે. પરંતુ ધર્મના ફળનું દશન તે છવચ્ચે પણ કરી શકે છે. મનુષ્યપણું, પંચેનિદ્રયપટુતા, ઉચકુળ, નિરગીકાયા એ બધાં ધર્મનાં પ્રત્યક્ષ ફળ છે.
નિદવસપણે પૃથ્વીકાયાદિની વિરાધના કરનાર પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થાય છે અને જીવરક્ષાની કાળજી રાખનાર, ત્રસનામકર્મ અને બીજી પણ પુણ્ય-પ્રકૃતિઓનું ઉપાર્જન કરે છે.
જીવતત્વની હીલણ તેમજ હિંસા, અને તે પણ નિષ્ફરતાપૂર્વક કરવી તે ઘણું મોટું પાપ છે. માટે તેનું એટલું જ ભયંકર પરિણામ તે પાપ કરનારને ભેગવવું પડે છે.
નવ તમાં પહેલું જીવ તવ છે. મતલબ કે તે ધર્મના પાયારૂપ છે અને તેથી જ જીવદયાને ધર્મનું મૂળ કહ્યું છે અને શ્રી તીર્થકર દેવ પ્રણિત ધર્મને “દયાપ્રધાને કહ્યો છે.
મળની માવજત કરનાર યથા કાળે તેના સુફળને મેળવે છે તેમ જીવતવની જયણા કરનાર યથાકાળે નવ તત્તવમાં શિખરરૂપ મેક્ષપદને અધિકારી બને છે અને તેથી જ જીવતત્વને ઓળખાવનાર શ્રી જિનેશ્વરદેવ આપણને “પ્રિયતમ' રૂપે પ્રતીત થવા જોઈએ.
નિજ ગુણ સ્થિરતારૂપ ચારિત્ર ચારિત્રમાં અમુક ક્રિયા આદિનું સ્થાન ઘણું જ મહત્વનું છે, છતાં તે વ્યવહાર ચારિત્ર છે. નિજ ગુણસ્થિરતા તે નિશ્ચય ચારિત્ર છે. ક્ષમા-નમ્રતા, સરળતા, સમતા, સંતોષ, શાનિ, વિરક્તિ આદિ ગુણેમાં સ્થિરતા આવવી એ નિશ્ચય ચારિત્ર છે.
એકલી બાહ્ય ક્રિયાઓને જોઈને જ ચારિત્રગુણને નિર્ણય કરવાને હેતે નથી. બાહાઅનુષ્ઠાન વડે પણ આખરે તે નિજ ગુણસ્થિરતા સિદ્ધ કરવાની છે.
જીવનમાં પવિત્રતા, સદગુણને વિકાસ-એ બધું પ્રગટે ત્યારે ચારિત્રની પરિપૂર્ણતા થઈ ગણાય છે. સર્વ પ્રથમ એના માટે સમર્પણભાવ, દેવ-ગુરુ પ્રત્યે શરણભાવ કેળવવું આવશ્યક છે.
દેવ-ગુરુની ભક્તિ, સેવા, પરોપકાર આદિ નિજગુણ સ્થિરત્વમાં પ્રધાનપણે સહાયક હેવાથી મુખ્ય છે, બીજી વસ્તુઓ ગૌણ છે
આત્મા સદગુણથી તરે છે. દેવ-ગુરુની વિવિધ ઉપાસનાથી તરવાનું એ કાર્ય, તદ્દન સહેલું બની જાય છે તેથી એ મોટી સિદ્ધિ ગણાય છે.