SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ છ જીવનીકાયની રક્ષા ૪૯૧ છ જીવનીકાયની રક્ષા પાતાના ઘરની યાદ, માનવીને પરદેશમાં બેચેન બનાવી દે છે. પરદેશની સુખસગવડમાંથી તેનુ મન ઊઠી જાય છે, તેમ મેાક્ષની યાદ, વિભાવ દશામાં રહેલા વિવેકી આત્માને આકુળવ્યાકુળ બનાવી છે, કારણ કે તે તેનુ સાચુ' ઘર છે. વિભાવ દશાને દૂર કરીને, સ્વભાવ દશાને પ્રકટાવવાનુ` સામર્થ્ય' સિદ્ધચક્રમાં છે. સિદ્ધચક્રજીનાં ધ્યાનમાં છે. સિદ્ધચક્રનું ધ્યાન એટલે નવપદનું ધ્યાન, પરમેષ્ટિ ભગવંતાનુ ધ્યાન. ધ્યેયમાં ઉપયાગને જોડવા તે ધ્યાન. આ ધ્યેય ષટ્કાયને હિતકારી છે. માટે સંદેશ અને સવ કાલના જીવા માટે સર્વોત્તમ ધ્યેયરૂપ છે. જીવની સુરક્ષા કરવાથી પણ સ્વગ મળે છે, તા ષટ્કાયની રક્ષાથી કેટલા લાભ થાય તે વિચાર! જેવા મારા જીવ તેવા પરના જીવ અને મારા આત્મા, નિશ્ચયથી પરમાત્મા સમાન છે' એવી સમજના અભાવ તે અજ્ઞાન અને મિથ્યાત્વ. આ પાપ, જીવને સંસારમાં રઝળાવે. શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતાનું સ્મરણ કરનારા પુન્યશાળી, કદી પણ જીવહિંસા ન ઇચ્છે, ‘ષટ્કાય જીવની રક્ષા’ શબ્દમાં ઉપયાગને જોડવા તે પણ ધ્યાનના જ એક પ્રકાર છે. તેનાથી ૧૮ પાપોના નાશ થાય છે, જીવ અધ પુદ્દગલ પરાવતમાં આવી જાય છે. પાપ ન કરવું એ જેટલું મહત્ત્વનું છે, તેના કરતાં પણ અધિક મહત્ત્વનું પાપરહિત ભગવ'ને નમવું અથવા નમન કરવું–તે છે. આચાર્યાદિ બધા સાધુ ભગવડતા છે. સાધુ અર્થાત્ ષટ્કાય જીવના રક્ષક, જીવના સાચા સહાયક. સ્વાયમાં સહાયક તે સ્વાર્થ સાધુ ! સર્વ જીવાને હિતકારી કાય કરનારા તેમ જ સર્વશ્રેયસ્કર વચના સાંભળવામાં સદા તત્પર અને અકાર્યના ત્યાગની દૃઢ પ્રતિજ્ઞાવાળા જ સાધુ છે. વિરતિ એ સર્વશ્રેષ્ઠ પ્રતિજ્ઞા છે અને તે પ્રતિજ્ઞાના ત્રિવિધ પાલનમાં આત્મશક્તિના વિકાસ છે. પ્રતિજ્ઞા એ ખ"ધન નથી, પણ કર્મરૂપી જંજીરને તાડનારા પેાલાદી હચાડો છે. આત્માના ઘર તરફ ડારી જનારા દીપક છે. આત્મામાં અનત શક્તિ છે. તેમાં જ્ઞાનશક્તિ, ઈચ્છાશક્તિ, તપશક્તિ આદિના સમાવેશ થાય છે. ઇચ્છાશક્તિ એટલે પરદુઃખનિવારણ કરવાની ભાવના. આ ભાવનાને ચિંતા કરવા માટે વિરતિ જરૂરી છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy