________________
આદર્શ મુનિજીવન
૪૮૫
જગતમાં સહુથી વધારે સુખી કોણ?
શાસ્ત્રકાર ભગવતેએ જગતમાં સંસારી પ્રાણીઓમાં સહુથી વધારે સુખી કે હોઈ શકે તેની વ્યાખ્યા કરતાં પ્રારંભમાં દેવલેકના સુખનું સુંદર વર્ણન કર્યું છે, પરંતુ વર્ણન કર્યા પછી, અંતે તે દેવલોકને સુખી આત્માઓના સુખને ટપી જાય એટલે સુખી ફક્ત એક જ વર્ષના દીક્ષા પર્યાયને ધારણ કરનાર મુનિ હોય છે, એવું સ્પષ્ટ નિરૂપણ કર્યું છે.
એટલે જે મનિ, હિતચિંતક તરફથી મળતી હિતશિક્ષાને બરાબર ઝીલતે જાય, તેમજ પોતાની શક્તિને ગોપવ્યા સિવાય તેનું શક્ય પાલન કરવામાં અપ્રમત્તપણે ઉદ્યમશીલ બને, તે એક જ વર્ષમાં દેવકના સુખને સર્વ અપેક્ષાએ ટપી જનાર આત્માનંદનો અપૂર્વ અનુભવ કરતે થઈ જય.
સર્વ પ્રકારનું સાંસારિક સુખ, દુઃખજન્ય તેમજ દુખફલક હોવાથી તેના તરફ મધ્યસ્થપણે વર્તતે મુનિ, સ્વપ્નમાંય તેની વાંછા કરતું નથી, કારણ કે તે સુખ પણ આત્માના ઘરનું હોતું નથી, પણ પરપદાર્થ જન્ય હોય છે એ તે યથાર્થપણે જાણતા હોય છે.
મુનિજીવનના સુખની ઝંખના તે અનુત્તર વિમાનમાં વસતા દેવે પણ રાતદિન કરતા હોય છે.
દુન્યવી સુખના શિખરે મહાલતા ચક્રવર્તીઓને પણ જ્યારે મુનિ ધર્મની મહત્તા સમજાય છે, ત્યારે તેઓ પણ પોતાની વિપુલ સમૃદ્ધિને તૃણ સમાન ગણી, ઉલ્લાસપૂર્વક તેને ત્યાગ કરી, આનંદપૂર્વક સાધુપણું અંગીકાર કરે છે અને તેમ કરવામાં પિતાના જન્મની સફળતા માને છે.
આ રીતે સંસારમાં સર્વ સુખી આત્માઓમાં મુનિઓને નંબર સૌથી પ્રથમ આવે છે. અને અનંત સુખના ધામરૂપ મુક્તિપુરીની નિકટમાં નિકટ પણ તે મુનિઓ જ છે.
શ્રી અરિહંત આદિ પંચ પરમેષ્ઠી ભગવંતેને સમાવેશ પણ મુનિઓમાં થાય છે. મુક્તિ પ્રાપ્તિ માટે મુખ્ય ધોરી માર્ગ મુનિ ધર્મનું યથાર્થ પણે પાલન કરવું તે જ છે.
તે સિવાય, મુક્તિના બીજા બધા માર્ગો એ અપવાદમાર્ગો છે. અને તે માર્ગોથી કઈ જીવ કવચિત જ મુક્તિમાં જાય છે અને તેઓની સંખ્યા ખૂબ જ અલ્પ હોય છે.
મુનિ ધર્મનું આ મહત્તવ લખવાની પાછળ મુખ્ય હેતુ એ છે કે, આવા પ્રકારના ઉત્તમ ફળદાયક અને સર્વશ્રેષ્ઠ એવા મુનિધર્મને સ્વીકાર કર્યા પછી તેનું કેવી રીતે પાલન કરવું કે જેથી તે સારી રીતે સફળ થાય. ગુરુકુળ વાસ
શ્રી જિનેશ્વર એ ફરમાવેલું આ મુનિપણું એવા પ્રકારનું છે કે તેનું યથાર્થ