SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉદ્યાનના પાયા ધર્મ મહાસત્તાના સર્વે સર્વાં સ્વામી શ્રી અરિહંત પરમાત્મા છે, તેઓશ્રીને અાંતરિક કુટુંબના વડા નીમીએ, તેમની આગળ હૃદય ખાલીએ, જે કાંઈ આધ્યાત્મિક મેળવવા જેવું છે, તે તેમની પાસે માંગીએ. ઓછું પડે તા તેમની પાસે રડી લઈએ. મન આનતિ થાય તે તેમની પાસે આભારવશ થઈને જઈએ અને મનભર નાચી લઈ એ. ૪૭૪ સૂના પડેલા આ જીવનમાં એક શ્રી અરિહંતને દાખલ કરીશું, તે આપણી સ ગમગીની દૂર થશે, કારણ કે સમગ્ર વિશ્વ તેમની કરુણાશક્તિના આધારે ટકી રહ્યું છે. ભાવ સામયિકનું પરિણામ શ્રી અરિહં'ત–હૃદયમાં આવે છે અર્થાત્ શ્રી અરિહંતને હૃદય અપાય છે એટલે આવે છે. કારણ કે ભાવ સામાયિક અને શ્રી અરિહંત વચ્ચે અભેદ છે. સહજ વાત્સલ્યની અનવરત વર્ષો કરનારા તેમજ કરી રહેલા શ્રી અરિહત પરમાત્માને સમર્પિત થવામાં રખાતી ઢીલાશ યા સેવાતા પ્રમાદ એ જ ભવદુઃખનું કારણ છે, તેનું નિવારણ કરનાર હાજર હોવા છતાં તેને સમર્પિત ન થવુ' એ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, જડતા છે. માટે પ્રતિપળે શ્રી અરિહંતના નામના જાપ કરવાનું વિધાન છે કે જેથી આત્મા જરૂર *સત્તા સામે ન ઝૂકવાનું દેવત દાખવી શકે. 卐 સામાયિકરૂપી સવ સાચા સોનામાં મુખ્ય જે ખાર ગુડ્ડા છે, તે નીચે મુજબ છે: ૧. વિષઘાત ૨. રસાયણ ૩. મંગલ ૪. વિનીત પ. પ્રદક્ષિણાવત ૬. ગુરુ ૭. અદાક્ષ ૮. અકુશ્ય ૯. કષ ૧૦, છેક ૧૧. તાપ ૧૨. તાડન. સેનામાં રહેલા આ ગુણ્ણા સામયિકમાં પણ રહેલા છે, કારણ કે સામાયિક એ ભાવ સાનુ” છે. સાનું દ્રવ્ય વિષના અપહાર કરે છે તે સામાયિક માહ-વિષને હણે છે. સેનાની રાસાયણિક પ્રક્રિયા દ્રવ્ય—આરોગ્યને સહાયક થાય છે તે સામાયિક મેાક્ષના ઉપદેશરૂપી રસાચણુનું કામ કરીને ભાવ-આરોગ્યપ્રદ નીવડે છે. પિરણામે ગુણકારક હાવાથી તે મગળરૂપ છે. સામાયિકના સેવનમાં વિનયવંતપણું હાવાથી તે પણ સુવણ ની જેમ પરમ વિનીત છે. તે માક્ષમા યા ાગમાગ ને અનુસરવાપણુ' એ પ્રદક્ષિણાવતા છે. સામાયિક અતિ ગંભીર હોવાથી સાનાની ખાદ્ય ગુરુતાની જેમ અત્યંતર ગુરુતાવાળુ છે. જેમ સેાનું સ્કુલ અગ્નિથી ખળતું નથી, તેમ સામાયિક પણ ક્રોધરૂપી અગ્નિથી બળતું નથી.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy