SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ આત્મ-ઉત્થાનને પાયો આ ભાવમાં રહેલા સામર્થ્યમાં જરા પણ સંદેહ રહે, તે પણ મિથ્યાત્વનું એક અંગ છે. અર્થાત્ આસ્તિય-લક્ષણમાં દેશનું સૂચક છે. પરમાત્માની પરમેચન ભાવનાની ત્રિભુવનમાં આણ વર્તે છે, એ હકીકત આ ભાવના ભાવનારને ભવ તારવામાં અમેઘ બળ પૂરું પાડે છે. આ રીતે સર્વ જીવ તુલ્યતાના પરિણામથી અને વૈષમ્ય માત્ર કર્મકૃત છે એમ વિચારવાથી અનુક્રમે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષા અટકે છે. મિથ્યાત્વ અને અનંતાનું બધી કષાયે નબળા પડવાથી જીવમાત્ર પ્રત્યે સમત્વને ભાવ પ્રગટ થાય છે અને સમત્વભાવ પ્રગટ થે તેનું જ નામ સામાયિક છે. સજીવ સમત્વ જીવ માત્રને જીવત્વની મહત્તા સમજે, તે જીવ જ જીવનની સાચી મહત્તા સમાન્ય ગણાય. જીવ માત્રના જીવનનું બહુમાન એ સામાયિક ધર્મને પામે છે. કઈ પણ જીવને સહેજ પણ દભવતાની સાથે મનને આંચકે લાગવો તે સામાયિક ધર્મની પરિણતિની નિશાની છે. વીજળીના આંચકા કરતાં પણ વધુ જલદ આ આંચકે પ્રતીત થાય, તે માનવું કે સર્વ જી આત્મા-સમાન હોવાનું સત્ય પર્યું છે. સામાયિકમાં રહેલા ભવ્યાત્માને આ હકીકત એકને એક બે જેવી સ્પષ્ટ લાગે છે, લાગવી જોઈએ. ૪૮ મિનિટ માટે એક આસને બરાબર બેસવારૂપ સામાયિકનો મર્મ એ છે કે આ ૪૮ મિનિટ દરમ્યાન આત્મસ્થ રહો ! જે આત્મસ્થ છે, તે વિશ્વસ્થ છે. જે વિશ્વસ્થ છે, તે વિકવેશ્વર છે. વિશ્વના ઈષ્ટમાં જ સ્થિર છે. સામાયિકનું પરમરહસ્ય એ છે કે-કઈ પણ જીવને આત્મવત્ છે. પોતાને સુખ ગમે છે દાખ નથી ગમતું. તેમ જીવમાત્રને સુખ ઈષ્ટ છે. દુખ અનિષ્ટ છે તેથી કોઈને પણ દુખમાં નિમિત્ત ન બનવું જોઈએ. સર્વ જીવોને મારા તરફથી સુખ થાય કઈ પણ જીવ મારા નિમિત્તે દૂભાય નહિ–આ રીતે ભાવના ભાવવી જોઈએ. જીવમાત્રને પોતાના સમાન છે તે જ સામાયિકનું પરમ રહસ્ય છે. સામાયિક વ્રત એટલે? "त्यक्त्वार्तरौद्रध्यानत्य त्यतसावद्यकर्मणः ।। मुहूर्त समता या तां विदुः सामायिक व्रतम् ॥"
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy