SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૫ સામાયિક પરિણામ પંચ પરમેષિઓનું શુદ્ધાત્મસ્વરૂપ, પિતાના શુદ્ધાત્મવરૂપથી ભિન્ન નથી, તેથી આ શરણગમન સ્વશુદ્ધાત્મવરૂપનું જ સ્મરણ અને શરણ છે. આ ત્રણે પરિણામના પ્રતાપે ભવતાપ સર્વથા નાશ પામે છે. સમતા સર્વભૂતેષ સામ પરિણામ તેનાથી મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિઓના ત્યાગ માટેનું સામર્થ્ય પ્રગટે છે. સમ પરિણામ એટલે રાગ-દ્વેષનાં નિમિત્ત ઉપસ્થિત થવા છતાં રાગદ્વેષ ન કરવા તેને સમ પરિણામ કહે છે. તે પણ સામાયિકને એક પ્રકાર છે. મેક્ષ સાધનામાં એકસરખું સામર્થ્ય ધરાવતા એવા જ્ઞાન–શન-ચારિત્ર ગુણોને જે લાભ તે સામાયિક. ચારિત્ર એટલે પાપ વ્યાપારનો ત્યાગ અને નિષ્પા૫ વ્યાપારનું પ્રતિપાદન-પ્રતિસેવન અહીં સમ્મ પરિણામ છે. સમ્મ એટલે શ્રેષ. અપકારી પ્રત્યે પશુ ઉપકારી જે સમાન ભાવ તે સામ સામાયિક છે. સુખ-દુખ પ્રત્યે સમાન ભાવ તે સામાયિક છે. સુખ વિચલિત ન કરી શકે, દુઃખ વ્યગ્ર ન બનાવે, માન-અપમાન, નિંદા-તુતિ અને લાભાલાભમાં પણ સમાન ચિત્તવૃત્તિ તે સામાયિક છે. મેક્ષ આપવામાં સમાન સામર્થ્યવાળા જ્ઞાન-દર્શન અને ચારિત્ર ત્રણે ગુણે ઉપર સમાન ઉપાદેયભાવ તે સમ્મ પરિણામ છે. “સામ” શબ્દ સાદયાસ્તિત્વને જાતિગત સ્પર્શે છે, તેથી મધુર પરિણામ પ્રગટે છે. “સમ” શખ સ્વરૂપાસ્તિત્વને કાળ વ્યાપક એક નિત્ય દ્રવ્યને સ્પર્શે છે, તેથી તુલા પરિણામ રૂપ વિવેક અને ન્યાયબુદ્ધિ પ્રગટે છે. સમ્મ શબ્દ એક દ્રવ્યમાં રહેલા અનેક ગુણે અનંત શક્તિ અથવા અનેક ગુણેમાં એક દ્રવ્ય એક આધારને સ્પર્શે છે. પ્રથમ એકત્વ જાતિગત, બીજું એક દ્રવ્યગત અને ત્રીજું એકવ વસ્તુગત છે. એકમાં આકાશની જેમ વ્યાપકતા છે, વિશાળતા છે. બીજામાં સાગરની જેમ ગંભીરતાઊંડાણ છે. ત્રીજામાં મેરૂની જેમ સ્થિરત્વ-ઉચ્ચત્વ છે. તાત્પર્ય કે દાય, ગાંભીર્ય, નિપ્રકપતાદિ ગુણોની ખાણ તે સામાયિકધર્મ. અને તેની સમગ્રતા છે, તેને ધારણ કરનારા પંચ પરમેષ્ટિએ, તે કારણે ગુણના ભંડાર ગણાય છે. સામાયિકથી ગુણપ્રગટન સામાયિક ધર્મની આરાધનાથી જે ત્રણ ગુણે પ્રગટે છે તે અનુક્રમે અભય, અષા અને અભેદ છે. અખંડ, અભંગ અને અક્ષય એવા આત્મ દ્રવ્યને વિચાર ભયને દૂર આ. ૫૯
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy