SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ આત્મ-ઉત્થાનને પાયો જે વિચાર તે જ આચાર અને જેવો આચાર તે જ વિચાર, એ તાત્વિક પરિણામ છે. સામાયિકમાં સર્વ જી સાથે મૈત્રીભાવ છે અને તેવું જ અહિંસાયુક્ત આચરણ પણ છે, તેથી તે એકાન્ત નિરવ છે. એ કારણે સામાયિકની પ્રતિજ્ઞા અંગીકાર કરવાથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેવા સૂમ જીવોની હિંસા પણ થઈ શકતી નથી અને તે હિંસાથી બચવા માટે ખાવા-પીવા, બેસવા-ઊઠવા, બેલવા-ચાલવા સૂવા અને જગવા જેવી ક્રિયા કરતી વખતે પણ ઘણું યાતનાપૂર્ણ જીવન જીવવું પડે છે. એનું જ નામ સક્રિય અહિંસા અને આત્મોપમ્ય દષ્ટિનું સક્રિય પાલન છે. સામાયિકના પર્યાય સામાયિકની પ્રતિજ્ઞાના અર્થથી પ્રરૂપ શ્રી તીર્થકર રહે છે અને સૂત્રથી રચના કરનારા શ્રી ગણધર ભગવતે છે. સામ, સમ અને સમ્મ એ ત્રણ “સામાયિક શાના પર્યાયવાચી શબ્દ છે. સામ એટલે મધુર પરિણામ. સર્વ જી સાથે મૈત્રીના પરિણામ. સમ એટલે ત્રાજવાં જેવાં સમાન પરિણામ. સર્વ સગો અને વિયેગો પ્રત્યે સરખાં પરિણામ. સમ્મ એટલે ખીર-ખાંડની જેમ પરસ્પર મળી જવાના પરિણામ. સાન, દર્શન અને ચારિત્રની એકતાનાં પરિણામ. ચારિત્રરૂપી ખીરની સાથે જ્ઞાન-દર્શનરૂપી સાકરનું એકત્ર થઈ જવું તે સમ્મ પરિણામ છે. ટૂંકમાં, સામાયિક એ સર્વ પાપ-વ્યાપારના ત્યાગની અને નિષ્પા૫-વ્યાપારના સેવનની પ્રતિજ્ઞારૂપ છે. તેથી તેમાં સર્વ જીવોની મૈત્રી, સર્વ સંગેમાં માધ્યમ્ય અને સર્વ સદ્દગુણેના પાલન પ્રત્યેને ઉત્સાહ વગેરે પ્રશસ્ત અધ્યવસાયે રહેલા છે. સામાયિકના ચાર પ્રકાર ૧. શ્રુત સામાયિક, ૨. સમ્યકત્વ સામાયિક, ૩. દેશવિરતિ સામાયિક ૪ સર્વવિરતિ સામાયિક. શ્રત સામાયિક અમુક સમય સુધી શાસ્ત્ર પાઠ ભણવાના નિયમરૂપ છે. સમ્યકત્વ સામાયિક શ્રદ્ધા ગુણની શુદ્ધિરૂપ છે. દેશવિરતિ સામાયિક બે ઘડી (૪૮ મિનિટ) પર્યત સાવધ વ્યાપારના ત્યાગના નિયમરૂપ છે. સર્વવિરતિ સામાયિક જીવન પર્યત નિરવ વ્યાપારના પાલનની પ્રતિજ્ઞારૂપ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy