SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાનું સ્વરૂપ છે. તે સામાયિક ધના પ્રાણ કહા કે સસ્ત્ર કહા, તે ‘સામ્ય’ અથવા ‘સમતાભાવ’ છે. તે સામાયિક વાસી-ચ'દન-૪૯૫ મહાત્માઓને હાય છે. કાઈ વાંસલાથી છેદે કે ચંદનના લેપ કરે, બન્ને પ્રત્યે એક સરખા ભાવ રાખવા અથવા વાંસલાથી છેદનાર પ્રત્યે પણ ચંદનની જેમ સૌરભભાવ ધારણ કરવા તે વાસીચ'ઇન-૪૫તા છે. અહીં સારભભાવ તે અપકારી પ્રત્યે પણ ઉપકારભાવ ધારણ કરવાની મનેાવૃત્તિ સમજવી. સ તીર્થંકર ભગવતા દીક્ષાના અંગીકાર કરતી વખતે સામાયિક'ની પ્રતિજ્ઞા કરે છે અને તે જ વખતે તેમને ચેાથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. 6 ભૂત, ભાવિ કે વર્તમાન ત્રણે કાળમાં મેાક્ષે જનારા જીવાને ઘાતી કર્મોના ક્ષય કરીને કેવળ–જ્ઞાન પામવામાં પરમ આધાર કાઈ હાથ, તા આ સમતા ધમ' છે. શ્રી જિન શાસનમાં મેાક્ષે જનારા જીવાના પ ́દર ભેદ છે, તે બધામાં બાહ્ય લિંગના ભેદ હેાવા છતાં ભાવ-લિંગ તા એક જ છે અને તે સમતા' છે, × 6 મેક્ષ અનન્ય સાધન સમતા એક સમતા જ મેાક્ષનું અનન્ય સાધન છે. સમતાના આરાધન વિના કાઈ જીવના માક્ષ થયા નથી, થતા નથી, થવાના નથી. અને એ જ કારણે શ્રી જૈન શાસનમાં સઘળી બાહ્ય અને આભ્યંતર ક્રિયાએ સમતાભાવ કેળવવા માટે, સમતાભાવની વૃદ્ધિ અને પુષ્ટિ કરવા માટે ઉપદેશવામાં આવી છે. ૪૫૫ ક્રોડા જન્મ સુધી તીવ્ર તપ કરવા છતાં જે કર્મોના ક્ષય થતા નથી, તે ક્રર્માને સમભાવથી ભાવિત ચિત્તવાળા જીવ અધર ક્ષણમાં ખપાવે છે. सेयंबरो वा दिगंबरो वा बुद्धो वा अहव अन्नो वा । समभावभावियप्पा लहइ मुक्खं न संदेहो ||१|| - संबोध सित्तरी બાહ્યથી શ્વેતામ્બર હો, દિગમ્બર હા, બૌદ્ધ ડા યા અન્ય હા, પણ જેનું ચિત્ત સમભાવથી ભાવિત હાય, તે અવશ્ય માક્ષે જાય. * सामायिकं च मोक्षाङ्ग परं सर्वज्ञभाषितम् । वासी चंदन कल्पानामुक्तमेतन्महात्मनाम् ॥ श्री हरिभद्रसूरिकृत अष्टक प्रकरण, अष्टक २९, श्लोक - १ × પન્નર ભેદ જે સિદ્ધના રે, ભાવલિંગ તિહાં એક, દ્રવ્યલિંગ ભજના કરી, શિવ સાધન સમતા છેક રે, તેહમાં છે સબલ વિવેક રે, તિહાં લગી મુજ મન ટેક રે, ભાષા છે અવર અનેક રે, બલિહારી ગુણુની ગાઠડી મેરે લાલ, –શ્રી શાન્તિ જિન–નિશ્ચય વ્યવહાર સ્તવન ઢાળ-૫, ગાથા-૨, કર્તા-પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy