SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ આત્મ-હત્યાનનો પાયો રત્નત્રયીને આત્મ અભિન્ન જાણવી તે નિશ્ચય અને બિન જાણવી તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. સમ્યમ્ દષ્ટિવંત પિતાના આત્માને તાવથી શુદ્ધસ્વરૂપ, અખંડ અને યુવા ચૈતન્ય સ્વરૂપ માને છે. સમ્યગ્દષ્ટિજીવનું લક્ષ્ય સમ્યગ્દષ્ટિ જીવ, અશુદ્ધ અવસ્થાને જાણે ખરે, પણ તેને લય બનાવતું નથી. તેનું લય અધુર સ્વરૂપ પર નહિ, પણ શુદ્ધ સ્વરૂપ પર હેય છે. અધુર સ્વરૂપના લક્ષ્યથી ગાદિ થાય છે અને યુવા સ્વરૂપના લયથી સમત્વભાવ પ્રગટે છે. સમભાવ મેક્ષ પ્રાપ્તિમાં હેતુ બને છે. રાગાદિ ભાવ, સંસાર ભ્રમણના હેતુ બને છે. અશુદ્ધને પકડી રાખવાથી, શુદ્ધ સાથેનો સંબંધ નથી સધાતે, શુદ્ધિ માટે શુદ્ધ આત્મ સ્વરૂપને પામવાના લક્ષયપૂર્વક જીવન જીવવું જોઈએ. નિશ્ચય તે લક્ષ્ય. વ્યવહાર તે માર્ગ, લયને પામવા માટેના વ્યવહારનો તે જ સંદર્ભમાં અમલ કરવાથી મોક્ષમાર્ગમાં પ્રગતિ સધાય છે. જ્ઞાન નિશ્ચયનું અને પાલન વ્યવહારનું જે આત્માએ, સર્વોત્તમ પરમાત્માના આલંબનને છોડી, આત્માને જ પરમાત્મા માની ધ્યાન કરવા જાય છે, તે અધઃપતનનો માર્ગ છે. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા પરમાત્મ તુલ્ય અવશ્ય છે, પરંતુ આત્માની વર્તમાન દશા કર્મબદ્ધ હોવાને કારણે પર માત્માનું આલંબન લીધા વગર મેણા માર્ગની સાધનામાં એક ડગલું પણ આગળ વધી શકાય નહિ. પરમાત્માને છેડી કેવલ આત્માનું ધ્યાન કરવું એ મોક્ષમાર્ગ નથી, પરમાત્મા થવા માટે પરમાત્માનું ધ્યાન જરૂરી છે. વર્તમાનકાળમાં નિશ્ચયનયને આંખ સમક્ષ રાખી વ્યવહારનયનું પાલન કરવું એ જ હિતાવહ છે. વ્યવહારને છોડી એકલા નિશ્ચયને જે પાડે છે, તેનું મહાન અધપતન થાય છે. ગ્રામ નિશ્ચયનું અને પાલન વ્યવહારનું જોઈએ. નિશ્ચય-વ્યવહારને સુમેળ વ્યવહાર નય અને નિશ્ચયનયના અભિપ્રાય ભન અને પરસ્પર વિરુદ્ધ હોય છે. ઉભય નયની માન્યતા લયમાં રહે તે માટે તેનો જુદી જુદી રીતે ઉલેખ કરવામાં આવે છે, પરંતુ કાર્યો તે બંને ના મળીને જ થાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy