SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ્પરાપહેા નાનાં નય અતઃકરણની વિશુદ્ધિ કરે છે. માટે ઉપાદેય છે. અંતઃકરણની વિશુદ્ધિ રત્નત્રયીની પુષ્ટિ કરે છે અને તેના ફળ સ્વરૂપે ‘આત્મા' હાથ લાગે છે. જે કદી પેાતાના ઉપયોગને છેાડતા નથી, તેના ઉપયોગમાં રહેવામાં જીવનની સાર્થકતા છે. વ્યવહાર અને નિશ્ચય વ્યવહાર અને નિશ્ચય ખ'ને શુભ ધ્યાનના પાષણ માટે છે. આપણે જ્યારે ઉચિત વ્યવહાર પાળીએ છીએ, ત્યારે સર્વાં જીવાના શુભયાનના પેાષક બનીએ છીએ. અને એ સમુચિત વ્યવહાર દ્વારા આપણે કોઈના પણ અશુભ ધ્યાનમાં નિમિત્ત થતા નથી. ૪૩૯ વ્યવહારના ભંગ કરવાથી સામાને અશુભ ચિંતન થવાની સંભાવના છે, તેથી તેના શુભયાનમાં ભંગ થાય છે, એમ વ્યવહાર માને છે. નિશ્ચય પોતાના ધ્યાનના પાષક છે. એમ આ બે ના મળીને સ` જીવાના શુભ યાનના પાષા થાય છે. તાત્પર્ય કે વ્યવહારથી સર્વ જીવાના શુભધ્યાનને ટકાવવાની યથાશક્રય જવાબદારી આપણા માથે છે. F પરસ્પરોપગ્રહ। થવાનાં જો શ્રી જિતમતને અંગીકાર કરવાની ઈચ્છા હોય, તે વ્યવહાર–નિશ્ચય બેમાંથી એક્રેયને છેાડી શકાય નહિ. વ્યવહારને છેાડવાથી તીથ જાય છે અને નિશ્ચયને છેડવાથી તત્ત્વ જાય છે. વ્યવહાર એટલે પર, નિશ્ચય એટલે સ્વ. પરમાં શ્રી તીથ "કર, ગણુધર, ચવધ શ્રી સંધ, દ્વાøશાંગી, શ્રી જિન પ્રવચન આદિ રત્નત્રયનાં સાક્ષાત્ સાધના અને ત્રૈલાયવર્તી વિશ્વ એ પરપર સાધન. ‘ઉપકૃતને પણ ઉપકારી માનવા, ઉપસર્ગ કરનારને પણ સહાયક ગણવા.' વગેરે વચના સમગ્ર વિશ્વને તત્ત્વથી તીથ ગણવા સૂચવે છે. શત્રુ, મિત્ર, ઉદાસીન ત્રણ પ્રત્યે તીર્થં બુદ્ધિ ધારણ કરવી. શત્રુ ક ક્ષયમાં સહાય કરવા દ્વારા સહાયક થાય છે. આથી ૮ વરોવપ્રહો નીવાનાં” એ સૂત્ર સ્પષ્ટ થાય છે. ઉપકારી ત ઉપકારી છેજ, પણ અપકારી પણ ઉપકારી છે—એમ ન માનીએ ત્યાં સુધી તારનારા ધમની પરિણતિથી વ`ચિત રહેવાય છે. તત્ત્વાર્થ સૂત્રકાર ભગવ'તનુ' ઉક્ત વચન ત્રિકાલાબાધ્ય છે અને તેની યથાર્થ પરિશ્રુતિ એ તત્ત્વ પરિણતિ છે, ધમ પરિણતિ છે, જે સ્વને તારે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy