SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ-દર્શન ૪૧૭ એકાંતવાદના આ અંધકારમાંથી જીવને બચાવી લેનારું સમ્યજ્ઞાન, નયવાદ અને સ્યાદ્વાદને તેના સાચા સ્વરૂપમાં વિસ્તારથી સમજાવનાર, પૂર્વાચાર્યોના અનેક ગ્રંથરતને આજે પણ મોજુદ છે. તેમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ રચિત “સમ્મતિત” ગ્રંથ સૌથી મોખરે છે. બીજે શ્રી મહલવાદીનો “નયચક્ર' નામે ગ્રંથ છે. તદુપરાંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી રચિત “અનેકાંત જય પતાકા” વાદીદેવસૂરિજીને “પ્રમાણુ નય તત્વ લેનાલંકાર કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રસુરીશ્વરજીનો “સ્યાદ્વાદ મંજરી” નામની ટીકાવાળા “અન્ય એગ વ્યછેદ ક્ષત્રિશિકારૂપ' તથા પ્રમાણ મીમાંસા, ઉપાયાય શ્રી યશોવિજયજી વિરચિત શાસવાત સમુચ્ચયની ટીકા સ્વરૂપ સ્યાદવાદ ક૯૫લતા તથા બીજાં પણ નય પ્રદીપ, નય રહસ્ય, નપદેશ ઇત્યાદિ નાનાં નાનાં પ્રકરણે અનેક છે. આ બધા ગ્રંથે તેમજ પ્રકને ગુરુગમથી ભણવા અને સમજવા માટે જેઓ સાચા અંતઃકરણથી પ્રયાસ કરે છે, તેઓને જ્ઞાનને કેઈ નવો દિવ્ય-પ્રકાશ પ્રાપ્ત થાય છે કે જેના તેજ વિસ્તારમાં અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે છે અને સમ્યજ્ઞાનરૂપી સૂર્ય સહસ્ત્ર કિરણ વડે અંતરમાં અજવાળા પાથરે છે. સન્માર્ગે ચઢાવી મોક્ષમાર્ગમાં આગળ વધારનાર નયવાદના મર્મને હૃદયસાત કરવાથી સુઝબુઝ સહુને વહેલી સ્પર્શે! સ્યાવાદ-દર્શન શ્રી જૈનશાસને બતાવેલે આરાધનાનો માગ કહે કે “જેની–આરાધના” કહે, એ બે નો અર્થ એક છે. જેની એટલે શ્રી જિનેશ્વરદેવ સંબંધિત અથવા શ્રી જિનવરો પદિષ્ટ. મતલબ કે શ્રી જિનેશ્વરદેએ શ્રી જેનશાસન પ્રવર્તાવ્યું અને શ્રી જૈનશાસને આરાધનાને માર્ગ બતાવ્યું. આરાધનાને માર્ગ આરાધનાથી ભિન્નનથી અને આરાધના શ્રી જેનશાસનથી ભિન્ન નથી. શ્રી જૈનશાસન, આરાધના અને આરાધના માર્ગ એ ત્રણેય નિશ્ચયથી અભિન્ન હોવા છતાં વ્યવહારથી ભિન્ન પણ છે. એક જ વસ્તુને ભિન્ન અને અભિન્ન એવા બે વિરુદ્ધ ધર્મોવાળી કહેવી એમાં ઉપલકદષ્ટિએ ભલે વિરુદ્ધ જેવું લાગે પણ તાવિક–દષ્ટિએ તે વિરુદ્ધ નથી, પણ અત્યંત સુસંગત છે. જગતનો કેઈ પણ પદાથ એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન ધર્મોવાળો છે જ નહિ. આ. ૫૩
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy