SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ આમ ઉત્થાનને પાયો નમામિમાં ઉપકારી તત્ત્વ પ્રત્યે કૃતજ્ઞતા છે. “ખમામિ'માં અપકાર માત્રની ક્ષમાપના છે. નમામિ અને “ખમામિ જેના જીવનમાં નથી તેને શુભયાનને અભાવ છે. કૃતજ્ઞતાને સ્થાને કૃતજ્ઞતા અને પોપકારને સ્થાને અપકારનું સેવન ચાલુ છે. તે બને આર્તધ્યાનનાં જ નહિ, વુિ રૌદ્રધ્યાનના પણ ઉત્પાદક છે, તેથી બન્ને પ્રકારના અશુભધ્યાનને રોકી, બંને પ્રકારના શુભધ્યાનનું સેવન કરાવનાર છ યે પ્રકારના આવશ્યકના સંગ્રહરૂપ “નમામિ” અને “ખમામિ” એ બંને ગુણે ક્ષણે ક્ષણે આરાધ્ય છે. નમવું અને ખમવું નમામિ સાવ નિળri I અને તમામ સંવ જિવાનું ? “એ બે પદોમાં આરાધનાને સાર આવી જાય છે. જઘન્ય કેટિન જીવમાં સમ્યગ્દષ્ટિ જીવને પણ સમાવેશ થાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધીના બધા આદરણીય પૂજનીય હેવાથી તે બધા પ્રત્યે નમસ્કારભાવ ઉપર્યુક્ત છે. “વામિ નવ વીવા ” માં પ્રથમ ગુણસ્થાનકથી માંડી ચાદમાં ગુણસ્થાનક સુધીના બધા જ સાથે ખમત-ખામણ થઈ જાય છે મારા આત્માથી થયેલી અવહેલના, વિરાધના પછી તે સંસારવર્તી જીવની હેય યા મુક્તિએ ગયેલ જીવની હોય. તે બધાની આલોચના અને ખમત-ખામણાં ન થયાં હોય, તે તે કરવાં આવશ્યક છે. “બ્રામેમિ સવ ઉજવા” પદથી તે આવી જાય છે. નમામિ સત્ર કળાના” એ પાઠમાં સમ્યગ્દષ્ટિથી માંડીને સિદ્ધ ભગવંત સુધીના આત્માની પૂજ્યતા સમજીને “” શબ્દ મૂક્યો છે. ઉત્તરાર્ધ એટલે “વામિ સાવ નિવામાં ” પાઠમાં “સા' શબ્દથી સમ્યગ્દર્શનથી નીચલી ભૂમિકાના યાવત્ અવ્યવહારરાશિ પર્યન્તના નિગોદના જીવન સંગ્રહ કરવા માટે સત્ર શબ્દ મૂકે છે. જે જે વર્ગના આત્માઓ સાથે જે જે વ્યવહાર ઉચિત છે, તેનું પાલન કરવા માટે બંને જગ્યાએ “a” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા છે. તેમ કરવાથી અખિલ જીવતરવની સાથેના વ્યવહારને બંધ થાય છે અને આત્માનું શુદ્ધિકરણ તથા ઉત્થાન થઈ શકે છે. પારાને સિદ્ધ કરવજનું રૂપ આપવું હોય, તે તેમાં રસાયણશાસ્ત્રી તથા બીજી ઔષધિઓની આવશ્યક્તા રહે છે. તેવી રીતે જીવનના શુદ્ધિકરણ તથા ઉત્થાન માટે પણ રસાયણશાસ્ત્રીના સ્થાને ગુરુતત્વની અને ઔષધિઓના સ્થાને શુદ્ધિકરણના તે તે ઉપાયાની જરૂર પડે છે. નમામિ સાવ નિળા' મા ગુરુતવ આવી જાય છે અને “માનિ સદાનિવામાં ૨સાયણ પ્રસંગ આવી જાય છે. આરાધનાના આ બે ઉપાય પ્રાપ્ત થવાથી જીવન ધન્ય બને છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy