________________
આત્મ-ઉત્થાનને પાયો
જેમ મોક્ષની બાબતમાં તેમ સંસારના પ્રત્યેક કાર્યની સિદ્ધિમાં પણ જ્ઞાન અને ક્રિયા પરસ્પર મળેલાં જ હોય છે. આઘળા અને પાંગળાનું દૃષ્ટાન્ત
શાસ્ત્રમાં એ માટે આંધળા તથા પાંગળાનું એક દષ્ટાંત પ્રસિદ્ધ છે.
એક ગામમાં આગ લાગવાથી, ગામના બીજા બધા માણસે તે પિતાને જીવ બચાવવા માટે ભાગી છૂટ્યા, પણ એક આંધળો હતો તે આંખે નહિ દેખી શકવાથી અને એક પાંગળ હતું તે દેખવા છતાં પગ પણ નહિ હોવાથી આગનું સ્થાન છેડી શક્યો નહિ અને આગમાં ભસ્મીભૂત થઈ ગયા.
જે તેઓ પરસ્પર મળી શક્યા હતા અને આંધળાએ પાંગળાની અને પાંગળાએ આંધળાની મદદ લીધી હતી તે બંને બચી શક્યા હોત.
આ દષ્ટાંતને સાર એ છે કે દિયા વગરનું જ્ઞાન પાંગળું છે અને જ્ઞાન વગરની ક્રિયા આંધળી છે.
એ બેને પરસ્પર સંગ ન થાય તે બંનેને નાશ થાય.
અર્થાત્ એકલા દિયાવાન કે એકલા જ્ઞાનવાનને, આ સંસારરૂપી આગમાં નાશ થયા વિના રહે નહિ.
વસ્તુરિથતિ આમ હોવા છતાં એકલા જ્ઞાનને કે એકલી ક્રિયાને પક્ષપાત જીવને શાથી થાય છે, તેમાં પણ કારણે છે.
અને તે એ છે કે, શાસ્ત્રોમાં જ્ઞાનને મહિમા ગાતી વખતે ક્રિયાની તુચ્છતા બતાવી. હોય છે અને ક્રિયાને મહિમા ગાતી વખતે જ્ઞાનની નિ:સારતા વણવી હોય છે. છવના બે દોષો
અશુદ્ધ જીવને અનાદિની અશુદ્ધતાના કારણે બે દેશે ઘર કરી ગયા હોય છે. એક તે શુભ ક્રિયામાં આળસ અને અશુભ ક્રિયામાં તત્પરતા. બીજે દેષ તે આત્મસ્વરૂપનું અજ્ઞાન અને પરસ્વરૂપમાં આત્મસ્વરૂપને ભ્રમ,
આ બે દેષ, જીવમાં એવા મૂળ જમાવીને બેઠા હોય છે કે તે જ્યારે જ્ઞાનને મહિમા સાંભળે છે, ત્યારે ક્રિયામાં આળસુ બની જાય છે અને જયારે ક્રિયાને મહિમા સાંભળે છે, ત્યારે જ્ઞાન પ્રત્યે ઉપેક્ષા ભાવવાળો બની જાય છે.
જીવની આવી અશુદ્ધ દશામાં, જ્યારે તેને જેવા ઉપદેશકનો સંયોગ મળે છે, ત્યારે તે તેવા દેલવાળો બની જાય છે. એવી દશામાં તેની શુદ્ધિ થવી તે દૂર રહી જાય છે, કિન્તુ અનાદિકાળથી લાગેલા એક યા બીજા દેષની અધિક ને અધિક પુષ્ટિ થવાથી તે વધારે ને વધારે અશુદ્ધ થતું જાય છે.