SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ આચારોનું પરિબળ ૩૮૩ ઘણી વાર વિષયના વમળોમાં અટવાયેલા મનના આવે એટલા જોરદાર હોય છે કે વર્ષો સુધી દઢીભૂત કરેલી સંયમની પાળને તે તેડી નાખે છે. જે આપણે મનને સન્માર્ગે લઈ જવું હોય, તે ચંચળ અને તરંગી એવા તેને કેઈ નિયમોની, કેઈ આચારની પાળમાં વહેવડાવવું પડશે, કઈને કઈ વિધિ-નિષેધ અંગીકાર કરવા પડશે. પછી તે ધર્મશાએ ચીંધેલા હોય કે મહાપુરુષોએ વર્ણવેલા હોય એક વસ્તુ થઈ શકે અને બીજી ન જ થઈ શકે–એવી કડક શિસ્ત પાળવી પડશે. તે સિવાય મનને કદી વશવર્તી બનાવી નહિ શકાય. વિચારશુદ્ધિ કેટલાક લોકો સારા વિચાર કરી શકે છે, પણ તેથી જ કાંઈ મન કેળવાયેલું ગણી શકાય નહિ મન સારા વિચાર કરી શકે-એટલું જ બસ નથી. એ ખરાબ વિચાર ન કરી શકે-તેટલી હદે તેને કેળવવું જોઈએ. આ કેળવણી સતત આચાર પાળ્યા વિના અસંભવિત છે. વ્રત અને નિયમો, આચાર અને પ્રણાલિકાઓ કોઈ બંધનકર્તા દીવાલ નથી, પરંતુ રક્ષણ કરનારી કિલ્લેબંધી છે. સદાચાર વિનાના કેવળ સારા વિચારેથી કાંઈ સર્જન થવાનું નથી. કેવળ અન્નના વિચારે કરવાથી કાંઈ પેટ ભરાતું નથી. ઘણા માને છે કે આપણે હેતુ સારો હોય, પછી વિધિ અને આચારની જાળ શા માટે ? નિયમ આપણા માટે છે, આપણે કાંઈ નિયમ માટે નથી. મનથી સુધર્યા એટલે બસ! બહાર દર્શાવવાની શી જરૂર છે? આચા૨ના યાત્રિક ચોકઠામાં સપડાયેલા વેદિયા શા માટે બનવું? આવી દલીલ કરનારાઓને મનના તરંગીપણાની અને તેના ભયંકર આવેગોની પુરતી સમજ આવી નથી. આવી દલીલે પાછળ ઘણી વાર અજ્ઞાનના ઘરની આત્મવંચના હોય છે. મનના ભાવે પ્રગટ થાય છે, ત્યારે જ તેનું ખરું સ્વરૂપ સમજાય છે. આચારો જ મનની સાચી લગામ છે, માત્ર વિચારે જ કરી મનની લગામ બની શક્તાં નથી. સારો વિચાર ગમે અને સાથે આચાર પાળતી વખતે મેં-માથા વિનાની દલીલનો સહારો લેવો પડે, તે તે પિતાના સારા વિચાર પ્રત્યેની બેવફાઈ સૂચવે છે, એ નિર્બળતા છે. આચાર વગરના કેવળ સારા વિચાર, ઉનાળુ વાળાના ગોટા જેવા છે. જેમાંથી ધરતીને પાણીનું એક ટીપું ય મળતું નથી. સારા વિચારને સદાચારમાં ઢાળવાની પ્રક્રિયા આડે મુખ્યત્વે મનનું તરંગીપણું જ મુખ્ય ભાગ ભજવે છે. એ તરંગી મનને નિયમની મર્યાદા વડે બાંધી લેવાય તે વ્યર્થ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy