SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ અનેકાંત-અહિંસા-ભ્યાદાદ જૈન ધર્મ સમભાવની સાધના માટે ધર્મ છે. સમદષ્ટિ, સમભાવ અને સમતા કાર્થક છે. સમતામૂલક આચાર અને વિચાર એ જ જિનેનો સામાયિક ધર્મ છે. પડાવયકમાં પહેલું આવશ્યક સામાયિક છે. આચારની સમતાનું નામ અહિંસા છે. વિચારની સમતાનું નામ અનેકાંત છે. ભાષાની સમતાનું નામ સ્યાદવાદ છે અને સામાજિક સમતાનું નામ અપરિગ્રહ છે. આચારનું મુખ્ય કેન્દ્ર શરીર છે. ભાષાનું મુખ્ય કેન્દ્ર વચન છે. વિચારનું મુખ્ય કેન્દ્ર મન છે. તે ત્રણેની શુદ્ધિ તે સામાયિક છે. જીવનની આચારશુદ્ધિ, સદા વિચારશુદ્ધિ પર આધારિત છે અને વિચાર શુદ્ધિ સદા નયમતિ, નયવાદ અને નયદષ્ટિ ઉપર આધારિત છે. સત્ય અને યથાર્થ જ્ઞાનથી જ શાતિ અને જગજીવહિત થઈ શકે છે. પ્રકાશ આવતાની સાથે અંધકાર દૂર થઈ જાય છે, તેમ નયવાદથી સત્યને બોધ થતાં કલહ, દ્વેષ, કલુષિત ભાવ, ખેંચાતાણી, સંઘર્ષ અને સંકીર્ણતાદિ વિલય પામી જાય છે અને શક્તિનું એક મધુર અને મૈત્રીપૂર્ણ વાતાવરણ બની જાય છે. વિરોધનું વિષ ટળી, શાતિ અને સદભાવનું અમૃત વરસે છે અહિંસા માનવામાં અદ્વૈતભાવ પ્રગટ કરે છે તેથી અહિંસાને સાધક અભય બની જાય છે. અહિંસા સર્વ સુખનું મૂળ છે. સુખ સર્વને પ્રિય છે. જે બીજાને અભય આપે છે તે અભય પામે છે. અભયની ભવ્ય ભાવનામાંથી જ અહિંસા અને મૈત્રીને જન્મ થાય છે. બીજાથી ભય થાય છે, પણ જ્યારે સમગ્ર જગતના જ પિતાનું જ સ્વરૂપ છે તેવા સમજાય છે, ત્યારે બીજે રહે છે જ કોણ? બધા મારા છે અને હું બધાને છું, પછી વૈતભાવ રહેતું નથી. હું જગતને અને જગત મા, એ અહિંસાનું દર્શનશાસ્ત્ર છે. “મારું સુખ સર્વનું અને સર્વનું સુખ મારું એ અહિંસાનું વતન શાસ્ત્ર છે. એક નિશ્ચય પક્ષ છે, બીજો વ્યવહાર પક્ષ છે. અહિંસા મનુષ્યના મનની એક ઉમદાવૃત્તિ છે. ઉત્તમ ભાવના છે. અહિંસા અમૃત છે. હિંસા વિષ છે. અહિંસા જીવન છે. હિંસા મરણ છે. અહિંસા ધર્મ છે, હિંસા અધર્મ છે. અહિંસા પ્રકાશ છે, હિંસા અંધકાર છે. ૪૮
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy