SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અભિ સ્વરૂપ - હાથી, સિંહ, ચક્રવર્તી, વાસુદેવ, ઈન્દ્ર કે અહમિદ્રમાં જે બળ છે, તે બળ બીજા કેઈનું નહિ પણ તે શરીરમાં રહેલ આત્મદ્રવ્યનું છે. આત્મદ્રવ્ય એટલું બળવાન છે કે તે ધારે તે ક્ષણમાં અલકને લેક અને લેકને અલેકમાં ફેરવી શકે છે. પરંતુ તેનું સામર્થ્ય તેનામાં ત્યારે જ પ્રગટે છે કે જ્યારે તેનામાં એવી કુતુહલવૃત્તિ રહેતી નથી, જ્યારે તેનામાંથી સર્વ દેશનો વિલય થાય છે. બહારની વસ્તુઓ બાહ્ય ઈનિદ્રથી જાણી શકાય છે, અંદરની વસ્તુઓ અંતઃકરણથી જાણી શકાય છે. બહિરિન્દ્રયથી જોતાં પાણી કરતાં પત્થર કઠણ જણાય છે, તે જ વસ્તુને વિચારરૂપ આંતર-ઈન્દ્રિયથી જોતાં તેથી વિપરીત જણાય છે. પર્વતના કઠણમાં કઠણુ પત્થરે પણ પર્વતની નદીના પાણીના વેગથી તૂટીને ટૂકડા, ટૂકડામાંથી કાંકરા અને કાંકરામાંથી રેતીના રૂપમાં પલટાઈ જાય છે. આમ પથ્થરના ટૂકડા, ટૂકડાના કાંકરા અને કાંકરાની રેતી બનાવનાર બીજું કઈ નહિ પણ પોચું દેખાતું વરસાદ કે નદીનું પાણી છે. બાહ્ય સ્પર્શનેન્દ્રિયથી ઓળખાતે કઠણ પત્થર પણ પાણી કરતાં વધારે નરમ છે અને બાહ્ય સ્પર્શનેન્દ્રિયથી ઓળખાતું નરમ પાણી પણ કઠણ પત્થર કરતાં વધારે કઠણ છે, વધારે મજબુત છે, વધારે બળવાન છે. લેખંડને એક કટકે પાણીથી ભરેલા એક પ્યાલામાં મૂકી રાખવામાં આવે તો થોડા દિવસ પછી તે કટકે પાણીથી કટાઈ જાય છે, તેની ઝીણી ઝીણી લાલ રેતી થઈ જાય છે અને તે રેતી બારીક થઈને હવામાં ઉડી જાય છે. આ હિસાબે લેખ કરતાં પણ પાણી વધારે બળવાન સાબિત થાય છે. એ જ રીતે બહાદષ્ટિથી કે áદષ્ટિથી જોતાં વિચારતાં કર્મ કઠિન તેમજ બળવાન લાગે છે અને આત્મા પચે તેમજ નિર્બળ જણાય છે, પરંતુ જ્યારે તે જ વાતને અંતર્દષ્ટિથી વિચારવામાં આવે છે, ત્યારે પાણીની જેમ બળવાન આત્મા ધ્યાનરૂપી વૃષ્ટિના બળથી પત્થર અને લેખંડની જેમ કર્મોને તેડી શકે છે, ભેદી શકે છે, ચૂરેચૂરા કરી શકે છે. શરીર અને આત્માને સંબંધ શરીર અને આત્માને સંબંધ વ્યંજન અને સવારના સંબંધ જેવો છે. મૂળાક્ષરોમાં અ-બ વગેરે સ્વરે છે અને વજન વગેરે વ્યંજને છે. “વયં રાજને રુતિ રજા ” પિતાની મેળે જેને સદા ઉચ્ચાર થઈ શકે તે સ્વરે છે. વ્યંજન એટલે જેને સ્વરની સહાય મળે તે જ પૂર્ણ ઉચ્ચાર થઈ શકે અન્યથા પૂર્ણ પણે બેલી પણ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy