SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ આત્મ-ઉત્થાનને પાયે ભાવપૂજા એ સ્થિરતાનું કારણ છે અને પ્રતિપત્તિપૂજા એ તન્મયતાનું કારણ છે. પિંડસ્થ ધ્યાનથી નિર્મળતા, પદસ્થધ્યાનથી સ્થિરતા અને રૂપાતીત ધ્યાનથી તન્મયતા આવે છે. શ્રુતજ્ઞાનથી સ્થિરતા, ચિંતાજ્ઞાનથી નિર્મળતા અને ભાવના જ્ઞાનથી તન્મયતા આવે છે. અધ્યાત્મભાવના વેગથી નિર્મળતા, થાનગથી સ્થિરતા અને સમતાયેગથી તન્મયતા પ્રાપ્ત થાય છે. ત્રણે પ્રકારની સમાપત્તિના આ ઉપાયને સતત સેવવાથી સેવ્યની સેવા થાય છે અને તેના ફળરૂપે અક્ષય સુખ મળે છે. વીતરાગ પરમાત્મા રાગ-દ્વેષ રહિત છે. તે કારણે તેમની શક્તિ અપરિમિત છે. આત્મશક્તિને આવનાર જેમ જેમ ક્ષીણ થતા જાય છે, તેમ તેમ તે શક્તિ આવિર્ભાવ પામે છે. શ્રી વીતરાગની શક્તિ અહિંસા, સંયમ અને તપ દ્વારા આવિર્ભાવ પામે છે. અહિંસા વડે પાપનાશ, સંયમ વડે દુઃખનાશ અને તપ વડે કર્મનાશ થાય છે. અહિંસા વડે સર્વ જી સાથે સંયમ વડે પોતાના આત્મા સાથે અને તપ વડે પરમાત્મા સાથે ઉચિત વ્યવહાર થાય છે. જીવો સાથે ઉચિત વ્યવહારથી ક્રોધ, હિંસા અને તેની સાથે સંબંધિત પાપો ક્ષય થાય છે. આત્મા સાથે યોગ્ય વર્તન કરવાથી ઇન્દ્રિયો અને મનને અસંયમ જીતાય છે પરમાત્માનું ધ્યાન પૂજન સ્તવનાદિ કર્મક્ષયનું કારણ બનીને અભેદભાવે શાતિ સમર્પે છે. કામ, લોભ અને ક્રોધ એ ત્રણે નરકના દ્વાર ગણાય છે. તે અનુક્રમે “માતૃવરાજપુ' “vળે, ઢોઝવત્ત’ અને આરમવા સર્વભૂતેષુ ” એ ત્રણ પ્રકારના ભાવ વડે કાબૂમાં આવી જાય છે. તે જ અનુક્રમે ચતુર્થ ગુણસ્થાનકે વિકાસ પામીને ક્ષાન, દાન્ત અને શાન્ત ભાવરૂપે પ્રગટ થાય છે અને છઠ્ઠા ગુણસ્થાનકે અહિંસા, સંયમ અને તારૂપે આવિર્ભાવ પામે છે. તેનાથી ઉપરના ગુણસ્થાનકે અહિંસા, સંયમ અને તપ એ ત્રણ આત્મસ્વરૂપને ધારણ કરે છે અર્થાત્ આત્મા પોતે જ અહિંસા, સંયમ અને ત૫રૂપ બની જાય છે. આજ્ઞાનું પાલન, એનું અંતિમ રહસ્ય આત્માએ આત્મસ્વરૂપમાં રમણ કરવું તે છે. તેનાં સાધન અહિંસા, સંયમ અને તપ, તેનાં સાધન ક્ષાત્, દાન અને શાન્તભાવને અભ્યાસ અને તેનું પણ પ્રાથમિક સાધન માતૃભાવ, લેઝભાવ અને આત્મૌપજ્યભાવ છે. એ ત્રણેનું પરિણમન એક આત્મૌપમ્ય ભાવમાં છે. વીતરાગતાની અચિત્ય શક્તિને પાયે રાગ-દ્વેષરહિતતાજન્ય શુદ્ધ આત્મપરિણતિ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy