SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ૩૬૯ - જ્ઞાનનું આ સ્વયં પર પાછા ફરવું તે માનવચેતનાની સૌથી મોટી કાતિ છે. આ કાતિથી જ મનુષ્ય સ્વયં સાથે સંબંધિત થાય છે અને જીવનનું પ્રયોજન તથા અર્થ પૂર્ણતા તેની સમક્ષ ઉદ્દઘાટિત થાય છે. આવી ક્રાન્તિ સમાધિમાંથી ઉપલબ્ધ થાય છે. પ્રજ્ઞાનું સાધન સમાધિ છે, સમાધિ સાધન છે. પ્રજ્ઞા સાધ્ય છે, પ્રેમ એ સિદ્ધિનું પરિણામ છે. અહિંસાની અનુભૂતિ અહિંસા શબ્દ નકારાત્મક છે, પણ એની અનુભૂતિ નકારાત્મક નથી, અહિંસાની અનુભૂતિ શુદ્ધ પ્રેમની છે. રાગયુક્ત પ્રેમ અશુદ્ધ છે. રાગરહિત પ્રેમ શુદ્ધ છે. રાગ યુક્ત પ્રેમ કે એક તરફ હોય છે, રાગ મુક્ત પ્રેમ સર્વ તરફ હોય છે અથવા તે કોઈની તરફ હેત નથી. પ્રેમ=સંબંધ તે રાગ છે, પ્રેમ એટલે સ્વભાવ સ્થિતિ છે. રાગરહિત પ્રેમ એ જ અહિંસાની અનુભૂતિ છે. સંબંધમાંથી સ્વભાવમાં જવું તે અહિંસાની સાધના છે. તેમાં હિંસાને માત્ર ત્યાગ નથી, પણ આત્માનુભૂતિની કુરણ છે એ અનુભૂતિ નિતાંત પ્રેમમય હોય છે. પ્રેમમાં દુખનું વિસર્જન છે, વિસ્મરણ નહિ. દુઃખનું વિસ્મરણ નકારાત્મક છે. માદક દ્રવ્યની જેમ તે મૂરછ સ્વરૂપ છે દુઃખનું વિસ્મરણ જીવને સંસારમાં ઘસડી જાય છે. દુખને સાક્ષાત્કાર આત્મામાં લઈ જાય છે. જેઓ દુઃખથી દર ભાગવા ઈચ્છે છે તથા દુઃખને ભૂલવા ચાહે છે, તેઓ મૂછને આમંત્રણ આપે છે. ધન, યશ કે કામની માદકતામાં દુખને ભૂલી જે મનુષ્ય જીવનની સફળતા ઇરછે છે, તે તેમાં નાસીપાસ થાય છે. દુઃખનું વિસ્મરણ એ મૂછ છે, અજ્ઞાનનું વિસર્જન એ જાગૃતિ છે. દુઃખનો સાક્ષાત્કાર તે જાગૃતિ લાવે છે, નિદ્રાને તેડે છે પિતાની અંદર ધબકતા અનુ. પમ અલૌકિક ચૈિતન્યને જે જોઈ શકે છે, તેનું જ જીવન સફળ છે. દુઃખના સાક્ષાત્કારમાં જ આત્માનું જાગરણ થાય છે. દુ:ખ એ અજ્ઞાન સિવાય બીજું કાંઈ જ નથી. પિતાને ખરેખર જાણતાં જ જીવ આનંદને અધિકારી બની જાય છે. જે દરેકની અંદર છે, તે જ સચ્ચિદાનંદ છે. બ્રહ્મને=આત્માને જાણ એટલે સત્યને જાણવો અને પામવે તે છે. “અહિંસા એ સત્યાનુભૂતિ, પરિણામ છે.” જેના અંતરમાં આનંદ છે. તેના આચરણમાં અહિંસા છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy