SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ આત્મ-હત્યાનને પાયો છે. દેવ, પુણ્ય, પાપ, ભાગ્ય વગેરે સર્વ સાધારણ શબ્દ છે. આત્મવાદી બધા દર્શનકાર જન્માંતર અને પૂર્વજન્મની સિદ્ધિ કર્મ દ્વારા કરે છે. જીવ દ્વારા મિથ્યાત્વ-કષાયાદિ હેતુઓ વડે જે કરાય તે કર્મ છે. ભાવકર્મ છવની વૈમાવિક ક્રિયા છે, તેથી તેના ઉપાદાન કર્તા અને દ્રવ્યકર્મ કાર્મણ જતિના સૂમ પુલ છે તેના નિમિત્ત કર્તા તરીકે જીવ છે. ભાવકમમાં દ્રવ્યકમ નિમિત્ત છે અને દ્રવ્ય કર્મમાં ભાવકમ નિમિત્ત છે. એ રીતે બંનેને પરસ્પર કાર્ય-કારણભાવને સંબંધ છે. પુણ્ય-પાપની સાચી કસોટી. શુભાશુભ ક્રિયા નહિ પણ ક્રિયાની પાછળ કર્તાને શુભાશુભ આશય ઉપર આધાર રાખે છે. સારા આશયથી જે કાર્ય થાય છે, તે પુણ્યનું અને ખરાબ આશયથી જે કાર્ય થાય છે તે પાપનું નિમિત્ત છે. પુણ્ય-પાપની આ કટી સર્વ માન્ય છે. “યાદશી માલના ચચ, શિર્મિવતિ તારી એ નિયમ અહીં પણ લાગુ પડે છે કષાય એ કમને લેપ છે સાચી નિર્લેપતા કષાયમુક્તતા છે, કિંતુ ક્રિયામુક્તતા નહિં. વીતરાગતા એ જ સાચી નિર્લેપતા છે. છદ્મસ્થાની પ્રવૃત્તિ રાગમૂલક યા શ્રેષમૂલક હોય છે. મિખ્યાજ્ઞાન દેહમાં આત્મબુદ્ધિ, અવિદ્યા યા મિથ્યાત્વ રાગ-દ્વેષની ન્યૂનાધિકતા સૂચવે છે. મિથ્યાજ્ઞાનથી રાગ-દ્વેષ અને રાગ-દ્વેષથી મિથ્યાજ્ઞાન એમ પરસ્પર સંબંધ છે જીવ કર્મથી બંધાય છે. એને અર્થ રાગ-દ્વેષથી બંધાય છે. તેનાથી છૂટવાનો ઉપાય જ્ઞાન-ક્રિયાને સમુચ્ચય છે. દર્શન જ્ઞાનમાં સમાઈ જાય છે અને ચારિત્ર ક્રિયામાં સમાઈ જાય છે. મને નિગ્રહ, ઈનિદ્રયજયાદિ સાત્વિક કર્મો ભાવ ય છે ચિત્તશુદ્ધિ, સમભાવાદિ વેગમાર્ગ છે. એ રીતે કર્મમાર્ગ અને યોગમાર્ગનું સંમિશ્રણ તે ચારિત્ર છે. સમ્યગ દર્શન ભક્તિમાર્ગ છે. ભક્તિમાં શ્રદ્ધાને અંશ મુખ્ય છે. એટલે સમ્ય દર્શન શ્રદ્ધારૂપ છે. સમ્યગ્રાન એ જ્ઞાનમાર્ગ છે, એ રીતે રત્નત્રયીમાં બધા માર્ગો સમાઈ જાય છે. તેથી રત્નત્રયના પ્રકર્ષમાં રાગદ્વેષને નિર્મૂળ ક્ષય રહે છે. ૧. સવારમાડરિતત્વ પ્રતિ નામનીતિ . એ નિશ્ચયનું નામ સ્વસંવેદન પ્રમાણ છે. ૨. ભૌતિક સાધનથી આધ્યાત્મિક વસ્તુને નિષેધ થાય નહિ. ૩. ૪ gવ નિરા તવ ચ સ્વામી આત્માને નિષેધ કરનાર છે, તે જ આત્મા છે. ૪. જડતવ પ્રત્યક્ષ છે. તેથી તેને વિરોધી લેવો જોઈએ. ચેતન અને જડતરવ જુદાં છે, તે એક થાય નહિ. પ. પુરાતન શારા અને વર્તમાન અનુભવી પુરુષો આત્મતત્વને અનુભવ કરીને તેનું અસ્તિત્વ બતાવે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy