________________
આત્મ સ્વરૂપે આત્મા એટલે શું? દ્રવ્યથી તે કેવો છે? ક્ષેત્રથી તે કેવો હોય ? કાળથી કેટલે છે? ભાવથી તેનામાં જ્ઞાન કેટલું છે ? બળ, વીર્ય અને પરાક્રમ કેટલું છે? તે સ્થિર છે, કે અસ્થિર ? ધ્રુવ છે, કે અધુવ? સંખ્યાથી, લક્ષણથી, પ્રજનથી તેનું સ્વરુપ કેવું છે? એ વગેરે વિષયને વિચાર સામાયિકના અર્થી માટે આવશ્યક બની જાય છે.
આત્માને સમજવા માટે પહેલાં શરીરને સમજવું પડશે. કારણ કે મોટા ભાગના જીને પોતાના શરીરમાં જ આત્મપણાની બુદ્ધિ હોય છે. જ્યાં સુધી શરીરમાં, તેના નામમાં, તેના સંબંધીઓમાં આત્માપણાની બુદ્ધિ છે, ત્યાં સુધી છવ સામાયિક ધર્મને અધિકારી બની શકતું નથી.
શરીર આદિ અને અંતવાળું છે. આત્મા અનાદિ, અનંત છે. શરીર મૂર્ત છે, આત્મા અમૂર્ત છે. શરીર ઈન્દ્રિયગ્રાહ્ય છે, આત્મા અતીન્દ્રિય છે. શરીર પર છે, આત્મા સ્વ છે. શરીરમાં “મમ” બુદ્ધિ થાય છે, આત્મામાં “અહ”બુદ્ધિ થાય છે. શરીર અનેક છે, આત્મા એક છે. શરીર ભાગ્ય છે, આત્મા જોક્તા છે. શરીર દશ્ય છે, આત્મા દષ્ટા છે. શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. શરીર રોગ જરા અને મરણ સ્વભાવવાળું છે, આત્મા અરેગી, અજર, અમર છે. શરીર કમજનિત છે, આત્મા અજન્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે.
આ શરીર અને આત્મા બંનેના સવભાવ, બંનેનું સ્વરુપ એક નથી પણ ભિન્ન છે, એવું જ્ઞાન થવું એ સામાયિક ધર્મની યોગ્યતા પામવાનું પહેલું પગથિયું છે.
આત્મા એ દેહ નહિ, પણ દેહી છે. શરીર નહિ પણ શરીરી છે.
શરીર એ આત્માને રહેવાનું ઘર છે; આત્મા એ ઘરમાં વસનારે ઘરને સ્વામી છે, ઈન્દ્રિયે એ શરીરરૂપી ઘરનાં બારીબારણું છે. આત્મશક્તિ | મન અને બુદ્ધિ એ ઈન્દ્રિયોથી પણ સક્ષમ છે. મનને દૂરદર્શક યંત્ર (Telesscope) કહી શકાય, તે બુદ્ધિને સૂથમદર્શક યંત્ર (Microscope ) કહી શકાય. પરંતુ આમા તે બંનેથી પર અને જુદો છે. તે દૂરથી પણ ઘર અને સૂકમથી પણ સૂમને જાણવાની
શક્તિવાળો છે.
શરીરમાં કે ઈન્દ્રિમાં, મનમાં કે બુદ્ધિમાં, જે કાંઈ લેવાની કે જાણવાની, ચાલવાની કે વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિ છે, તે તેઓની પોતાની નહિ, પણ આત્માની છે.