SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ. આત્મ-ઉત્થાનને પાયે મનથી શુભચિંતન કરવું તે ભાવદાન. જગતના જીવના કલ્યાણની ભાવનામાં મનને જોડવું તે પણ ભાવદાન. પરમપકારી પ્રભુની સ્તુતિ કરવી તે વચનદાન છે. પરહિતના કાર્યમાં તનને જોડવું તે તનાન છે. તપ એટલે ઈચ્છા-નિરોધ, દેહભાવની સાથે ઐહિક સુખની ઇરછાને પણ નિરોધ. પરની લાગણી તેમજ માગણી જેટલા પ્રમાણમાં સંતોષી શકાય તેટલા પ્રમાણમાં ઈચ્છા-નિરોધ સાર્થક થાય. જિનાજનું શાસન પરમ પરમાર્થ વડે સંદેવ જયવંત છે. “સ્વ” ને “પર” માં વિકસાવવાથી પરમાર્થ પ્રગટે છે. “સ્વ” ને “પરમાં વિકસાવવા માટે પરહિતરમતા ખીલવવી પડે છે. પરહિતરમતા ખીલવવા માટે “હું સુખી થાઉં”ની ઈચ્છાને “બધા સુખી થાઓ”ની ભાવનામાં ઢાળવી પડે છે. આ ભાવના શ્રી જિનાજ્ઞાના પાલનથી પ્રગટે છે. શ્રી જિનની આજ્ઞાને જીવનમાં જયજયકાર એ પણ એક અપેક્ષાએ શ્રી જેનશાસનને જયજયકાર છે. જેન જયતિ શાસનમ” છે. મૂળભૂત જ્ઞાન. પુણ્યના રવરૂપનું જ જ્ઞાન છે. પુણ્યના પ્રભાવે મળેલી વસ્તુને જોતાં-જાણતાં કે માણતાં પણ જેઓ તે વસ્તુ અપાવનારા પુણ્ય તરફ દષ્ટિ રાખે છે, તેઓ તે વસ્તુમાં આસક્ત ન થતાં તેને પણ ત્યાગમાં અનહદ આનંદ અનુભવે છે. અને અખૂટ પુણ્યના ભાગી બને છે. પુણ્યના બંધ માટે અન્ન-વાદિના દાનની ભાવનાને શક્તિ અનુસાર ચરિતાર્થ કરે. સમ્યજ્ઞાન માટે, દ્રવ્ય દુખી અને ભાવ રહિત (ધ રહિત) દુઃખીના દુઃખે દૂર કરવાની ભાવના ભાવો! લાભ માટે “ભલા” બને! ભલાઈ લૂંટાવવી તે ભલાનું વ્યસન ભલાઈની પ્રભાવનાથી અખૂટ પુણ્ય બંધાય. 'धर्मस्य आदि पदं दानम्' ધમનું આદિ પદ “દાન છે. અને સર્વ પરમેષ્ટિ ભગવતે ધર્મસ્વરુપ હેઈને તેમનું મૂળ પણ કાન છે. જેના જીવનમાં દાન નહિ, તેને ક્યાંય સ્થાન નહિ.” એ સૂવ ગંભીરતાથી વિચારો હંમેશા એ વિચારે કે આજે કેટલું દાન કર્યું. દાન કર્યા સિવાયને દિવસ ડંખ જોઈએ. શ્રી તીર્થંકર પરમાત્મા જેવા પરમદાની પુરુષવરને ભજવાનું સદભાગ્ય સાંપડયું છે, તે તેઓશ્રીના દાનધર્મના ભક્ત બને!
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy